Home Gujarat ત્રણ દિવસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાત બનશે “મહેમાન”; ગાંધીનગરમાં કમાન્ડ...

ત્રણ દિવસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાત બનશે “મહેમાન”; ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની લેશે મુલાકાત!

Face Of Nation 18-04-2022 : 18મી એપ્રિલે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવી પહોંચશે. ત્યાર બાદ રાજ્યમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે અને સભાઓને સંબોધશે. તદઉપરાંત વિવિધ પ્રકલ્પોના ખાતમૂહુર્ત કરશે. પ્રધાનમંત્રી એરપોર્ટ પર પહોંચ્યા બાદ સીધા ગાંધીનગરમાં શાળા માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19મી તારીખે તેઓ સવારે દિયોદરમાં બનાસ ડેરીના નવા સંકુલનનુ ઉદ્ઘાટન કરશે. બાદમાં બપોરે દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં હાજર રહેશે. જેના ભાગ રૂપે પ્રથમ દિવસે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે રિયલ ટાઇમ ઓનલાઇન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રથમવાર રૂબરૂ મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની રાજ્યની મુલાકાત દરમિયાન રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ રહ્યો ત્રણ દિવસનો કાર્યક્રમ…
18મી એપ્રિલ > સાંજે 5:30 વાગે અમદાવાદ પહોંચશે > સાંજે 6 વાગે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે > રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે 19મી એપ્રિલ > બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે > દિયોદર ખાતે જનસભામાં હાજર રહેશે > દિયોદર બાદ જામનગરના કાર્યક્રમમાં હાજરી આપશે >પ્રધાનમંત્રી મોદી બપોરે 1.20 વાગે જામનગર પહોંચશે > 5 વાગે અમદાવાદ આવશે > રાત્રે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે 20મી એપ્રિલ > પ્રધાનમંત્રી મોદી મહાત્મા ગાંધી મંદિર કાર્યક્રમમાં હાજરી આપશે > દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમૂર્હુત કરશે > સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).