Face Of Nation 22-04-2022 : બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન બે દિવસના ભારત પ્રવાસ પર આવેલા છે. શુક્રવારે તેમના પ્રવાસના અંતિમ દિવસે તેઓ નવી દિલ્હી પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કર્યાં બાદ જોનસને મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ભાગેડુ કારોબારી નીરવ મોદી, વિજય માલ્યાની સોંપણે કરવા અંગે જોનસને કહ્યું કે અમારી સરકાર તો પ્રત્યાર્પણની મંજૂરી આપી ચુકી છે. પણ આ કેસ કાયદાકીય બાબતોમાં ગુચવાઈ ગયો છે. અમે એવા કોઈ વ્યક્તિને અમારા દેશના કાયદાને લઈ કોઈ છટકબારીનો ઉપયોગ કરવા દેશું નહીં કે જેને ભારતમાં ગુનેગાર જાહેર કરવામાં આવેલ હોય.
PM મોદીએ દિલ્હીમાં જોનસનનું સ્વાગત કર્યું
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનામાં ભારતે UAE અને ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે. અમે એ જ સમાન ગતિ અને હેતુ સાથે બ્રિટનની સાથે મળીને આગળ વધીશું. અમે તમામ ક્ષેત્રોમાં બ્રિટન દ્વારા આત્મનિર્ભર ભારતના સમર્થનને આવકારીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જોનસનનું સ્વાગત કર્યું હતું. હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી મોદી અને બ્રિટિશ પીએમ વચ્ચે બેઠક મળી હતી.
જાણે હું બચ્ચન કે સચિન તેંડુલકર હોઉં : જોનસન
બીજી બાજુ બ્રિટનમાં ખાલિસ્તાનિયોની ઉપસ્થિતિના પ્રશ્ન અંગે બ્રિટનના પ્રધાનમંત્રીએ કહ્યું- હું બિલકુલ સ્પષ્ટ કહેવા માગુ છું કે, અમે કટ્ટરપંથીઓ અથવા આતંકવાદીઓને ક્યારેય સહન કરશું નહીં. ભારતની મદદ માટે અમે એન્ટી એક્સ્ટ્રીમિસ્ટ ફોર્સ બનાવી છે. હ્યુમન રાઈટ્સના મુદ્દે બન્ને દેશ સંપર્કમાં છે. ભારતમાં સૌને માટે બંધારણીય સુરક્ષાની વ્યવસ્થા છે અને અમે તેનો અહેસાસ પણ કરી છીએ. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન બે દિવસની ભારત મુલાકાતે છે. શુક્રવારે તેમના ભારત મુલાકાતના બીજા અને છેલ્લા દિવસે તેઓ દિલ્હી પહોંચ્યા હતા. અહીં પ્રધાનમંત્રી મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ભારતમાં મળેલા આટલા સન્માનથી તેઓ ઘણાં જ ખુશ થઈ ગયા હતા. તેમણે એવું કહ્યું હતું કે, મને એવું થાય છે જાણે હું અમિતાભ બચ્ચન કે સચિન તેંડુલકર હોઉં. હું આવા ગ્રાન્ડ વેલકમ માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માનું છું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat બોરિસ જોનસને કહ્યું-નીરવ અને માલ્યાના પ્રત્યાર્પણને આપી મંજૂરી, ભારત વિરોધીઓનો સામનો કરવા...