Home Uncategorized પ્રધાનમંત્રી વારાણસીના કેન્ટ રેલ્વે સ્ટેશનમાં કામકાજની ચકાસણી કરવા પહોંચ્યા, જુઓ Video

પ્રધાનમંત્રી વારાણસીના કેન્ટ રેલ્વે સ્ટેશનમાં કામકાજની ચકાસણી કરવા પહોંચ્યા, જુઓ Video

https://youtu.be/qYh_j_l1Ybc

Face Of Nation 05-03-2022 : વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય વિસ્તાર વારાણસી આવ્યા છે. રાત્રે લગભગ 8:40 વાગે તેઓ BLW સ્થિત ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. ગેસ્ટ હાઉસમાં રહેલા કેટલાક ભાજપ નેતાઓ સાથે તેમની મુલાકાત થઈ હતી. ત્યારબાદ તેમણે આદુવાળી ચા પીધી હતી. હળવો નાસ્તો પણ લીધો હતો અને ત્યારબાદ ગેસ્ટ હાઉસથી નિકળી કેન્ટ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
યાત્રી સુવિધાઓ તથા સફાઈ વ્યવસ્થા અંગે તપાસ કરી
કેન્ટ રેલવે સ્ટેશનના એક્ઝિક્યુટિવ લાઉન્ઝમાં PM મોદીએ કર્મચારીઓ સાથે વાતચીત કરી સુવિધાઓ અંગે પૂછપરછ કરી હતી. આ સાથે સ્ટેશનના 1 નંબરના પ્લેટફોર્મ પર ફરીને તેમણે યાત્રી સુવિધાઓ તથા સફાઈ વ્યવસ્થા અંગે તપાસ કરી હતી. કેન્ટ રેલવે સ્ટેશનથી પીએમનો કાફલો હવે ખિડકીયા ઘાટ તરફ આગળ વધી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).