Face Of Nation 29-03-2022 : ગુજરાતમાં હવે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થાય એવો માહોલ જામ્યો છે. આ સ્થિતિમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ‘મિશન-150’ને પાર પાડવા ભાજપે અનોખો રોડમેપ પણ તૈયાર કરી દીધો છે. પ્રધાનમંત્રી મોદીએ તેમના નિવાસસ્થાને ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના 34 સાંસદો સાથે સંવાદ કર્યો હતો. તે ઉપરાંત જનહિત માટે કેન્દ્રના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતના તમામ સાંસદોને બૂસ્ટ ડોઝ
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના તમામ સાંસદોને ‘બૂસ્ટર ડોઝ’ આપીને વિકાસ કાર્યો જન જન સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદો સાથે સંવાદ કર્યો તથા જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
વિકાસના એજન્ડા પર જ ભાજપ ચૂંટણી લડશે
વિકાસના એજન્ડા પર જ ભાજપ આગામી ચૂંટણી લડવાનો છે એ નક્કી છે. આ માટે ભાજપે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવાનો વ્યૂહ ઘડ્યો છે. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ટાર્ગેટ કરીને જ વિધાનસભામાં 150 બેઠકની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવાનો ભાજપનો લક્ષ્યાંક છે.વડાપ્રધાનના માર્ગદર્શન બાદ ભાજપના તમામ નેતાઓ આગામી વિધાનસભામની ચૂંટણી માટે કામે લાગી જશે અને 150 સીટો મેળવવાનો ટાર્ગેટ પુરો કરવા મહેનત કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).