Face Of Nation 12-03-2022 : ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમય પછી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાવાની શક્યતા છે. શુક્રવારે અમદાવાદ આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમલમ ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓને ચૂંટણી ગમે ત્યારે આવી શકે એમ હોવાથી તૈયાર રહેવા જણાવ્યું હતું. બીજીતરફ એકલા મોદીથી નહીં, ચૂંટણી દરેક કાર્યકર્તાના પ્રયાસથી જિતાય છે, માટે આજથી કામ શરૂ કરી દો…પડકારો ગમે તેવા હોય, પરંતુ કાર્યકર્તાના બળથી ચૂંટણી જીતી શકાય છે. માત્ર પોતાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર આવે એને બદલે સાચા અર્થમાં લોકો સુધી કેન્દ્ર અને સરકાર પહોંચે.
પહેલીવાર મોદીની સાથે મુખ્યમંત્રી જોવા મળ્યા હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 27 મેની આસપાસ કે જૂનના પ્રથમ પખવાડિયામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. એપ્રિલના બીજા સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. યુપી સહિતનાં ચાર રાજ્યોમાં ભાજપની જીતના બીજા દિવસે અમદાવાદ આવેલા પ્રધાનમંત્રી મોદીના રોડ શો તથા અન્ય કાર્યક્રમોમાં ચૂંટણી વહેલા યોજાવાના સંકેતો મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધીના રોડ-શૉ દરમિયાન પહેલીવાર મોદીની સાથે મુખ્યમંત્રી જોવા મળ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat મોદીએ ઉત્તરપ્રદેશમાં વિજયનું શ્રેય કાર્યકર્તાઓને આપી ગુજરાતના કાર્યકરોને ‘પાનો’ ચડાવ્યો