ફેસ ઓફ નેશન, 04-05-2020 : ફેસ ઓફ નેશન દ્વારા એક સમાચાર રજૂ કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને મોદી આજે 4.30 વાગે દેશને સંબોધિત કરવાના હોવાના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જો કે આ અહેવાલ કોઈ ફેક ન્યુઝ કે કોઈ ખોટા સમાચારોના આધારે રજૂ કરવામાં આવ્યા નહોતા પરંતુ ગુજરાત ભાજપના નેતા આર.સી.ફળદુ અને ડીડી ન્યુઝ ગુજરાતી દ્વારા કરવામાં આવેલી ટ્વીટના આધારે રજૂ કરવામાં આવ્યા હતા. જો કે તપાસમાં માલુમ પડ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4.30 કલાકે NAM મીટ થકી અન્ય દેશોને સંબોધિત કરવાના છે. નરેન્દ્ર મોદી NAMની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેવાના છે. NAMમાં યુનાઇટેડ નેશન બહારના દેશો જેમાં એશિયા, આફ્રિકા, અને લેટિન અમેરિકાના 120 દેશોનું સંગઠન છે. આ સમિટમાં મોદી કોરોના વાઇરસ સામે ભારતે લીધેલા પગલાં, ભારતની વ્યૂહ રચનાની પોતાના સંબોધનમાં જાણકારી આપશે. જો કે આ મામલે અહેવાલો પ્રકાશિત થતા જ ઉભી થયેલી ગેરસમજ દૂર કરવા ફળદુએ ટ્વીટ ડીલીટ કરી નાખ્યું હતું બાદમાં ડીડી ન્યુઝે પણ પોતાનું ટ્વીટ ડિલિટ કર્યું છે. અને ખુલાસો કર્યો છે કે, હકીકતમાં મોદી NAM સમિટને સંબોધન કરવાના છે જેને ડીડી ન્યુઝે અને આર.સી.ફળદુએ રાષ્ટ્રજોગ સંદેશ તરીકે જાહેર કર્યું હતું.
ફેસ ઓફ નેશન ક્યારેય ખોટા અહેવાલો પ્રકાશિત કરતું નથી. પુરાવાઓને આધીન જ તમામ સમાચારો રજૂ કરવામાં આવે છે. ડીડી ન્યુઝ અને ભાજપના જ નેતાએ કરેલી સત્તાવાર ટ્વીટને ધ્યાને લઈને આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેથી તેમાં ફેસ ઓફ નેશનની કોઈ ભૂલ કે ફેક ન્યુઝ નથી. તેમ છતાં વાચકો આ અંગે ગેરમાર્ગે દોરાયા હોય તો તે તમામની ફેસ ઓફ નેશન ક્ષમા માંગે છે. ફેસ ઓફ નેશન હંમેશા પુરાવા સાથે સચ્ચાઈ અને તટસ્થ સમાચારો જ રજૂ કરે છે અને કરતું રહેશે. જો કે હાલ મોદી NAM મીટ થકી અન્ય દેશોને સંબોધિત કરી રહ્યા છે. ભાજપના નેતા દ્વારા ટ્વીટ થયેલા સમાચારનો સ્ક્રીન શોર્ટ પણ અહીં રજૂ કરવામાં આવ્યો છે, જે પુરાવાને આધીન ફેસ ઓફ નેશને સમાચાર રજૂ કર્યા છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
અમદાવાદમાં આજથી લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ, કોટ વિસ્તારમાં લાઈનો લાગી, જુઓ Video
શ્રમિકોને વતન મોકલવા માટે ટ્રેનની ટિકિટનો તમામ ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે, ભાજપ વિમાસણમાં મુકાયું
અમદાવાદમાં આજથી લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ, કોટ વિસ્તારમાં લાઈનો લાગી, જુઓ Video