Face Of Nation 01-03-2022 : રશિયાની યુક્રેન પર છઠ્ઠા દિવસે પણ હુમલાઓ ચાલુ રાખ્યાં છે. આ વચ્ચે ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાનું મિશન પણ ચાલી રહ્યું છે. ત્યારે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે હાઈલેવલની મીટિંગ કરી. યુક્રેન મામલે આ બે દિવસમાં ચોથી મીટિંગ હતી. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે- પ્રધાનમંત્રીએ યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટે 3 દિવસમાં 26 ફ્લાઈટ્સ મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતીયોને એરલિફ્ટ કરવા માટે બુખારેસ્ટ અને બુડાપેસ્ટ ઉપરાંત પોલેન્ડ અને સ્લોવાકના એરપોર્ટનો પણ ઉપયોગ કરાશે.
લગભગ 12,000 છાત્ર યુક્રેન છોડી ચુક્યા
શ્રૃંગલાએ જણાવ્યું કે- PM મોદીએ યુક્રેનમાં ભારતીય છાત્ર નવીન શેખરપ્પાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે અમે જ્યારે અમારી પહેલી એડવાઇઝરી જાહેર કરી હતી તે સમયે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય છાત્રહતા, ત્યારથી લગભગ 12,000 છાત્ર યુક્રેન છોડી ચુક્યા છે. બાકી વધેલા 40% છાત્રોમાંથી લગભગ અડધાં યુદ્ધ વિસ્તારમાં છે અને અડધાં યુક્રેનથી પશ્ચિમી બોર્ડર પહોંચી ગયા છે કે તે તરફ આગળ વધી રહ્યાં છે.
એર ઈન્ડિયાનું આઠમું વિમાન બુડાપેસ્ટથી દિલ્હી આવ્યું
યુક્રેનમાં ફસાયેલા 218 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું આઠમું વિમાન હંગેરીના બુડાપેસ્ટથી નવી દિલ્હી પહોંચ્યું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યાત્રિકોને રિસીવ કર્યા. આ પહેલાં એર ઈન્ડિયાની 7મી ફ્લાઈટ 182 ભારતીયોને લઈને મુંબઈ પહોંચ્યું હતું. ઓપરેશન ગંગા અંતર્ગત અત્યાર સુધીમાં 8 ફ્લાઈટ્સથી કુલ 1,836 ભારતીયોને દેશ પરત લાવવામાં આવ્યા છે.
સ્પાઈસજેટના વિમાનની સાથે વિશેષ દૂત તરીકે જશે કિરેન રિજિજૂ
સ્પાઈસજેટ પણ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એક વિમાન સ્લોવાકિયાના કોસિસે મોકલી રહ્યાં છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂ ભારત સરકારના વિશેષ દૂત તરીકે કોસિસે પહોંચી રહ્યાં છે. સ્લોવાકિયા માટે રવાના થતાં પહેલાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું- સ્લોવાકિયા માટે નીકળી રહ્યો છું, ત્યાં જે ઓપરેશન હશે તેનું સમન્વય કરીશું અને પ્રધાનમંત્રી મોદીનો સંદેશ ત્યાંના પ્રધાનમંત્રીને સોંપીશું. ત્યાંની સરકારના સહયોગ વગર આ ઓપરેશન મુશ્કેલ હશે. અમારા રાજદૂત સતત કામ કરી રહ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized પ્રધાનમંત્રીની 2 દિવસમાં ચોથી મીટિંગ : યુક્રેનથી ભારતીયોને લાવવા માટે 26 ફ્લાઈટ્સ...