Face of Nation 05-12-2021: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સોમવારે દિલ્હી પહોંચશે. ત્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને ભારતીય સમકક્ષની સાથે શિખર વાર્તામાં સામેલ થશે. સૂત્રો પ્રમાણે શિખર વાર્તામાં બંને દેશો વચ્ચે રક્ષા, વ્યાપાર, રોકામ, ઉર્જા અને તકનીકના મહત્વના ક્ષેત્રમાં સમજુતિ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. સરતારી સૂત્રોનું તે પણ કહેવુ છે કે પ્રથમ ટૂ પ્લસ ટૂ શિખર વાર્તામાં અફઘાનિસ્તાનમાં સ્થિતિ અને લશ્કર-એ-તૈયબા તથા જૈશ-એ-મોહમ્મદ જેવા સમૂહો સહિત આતંકવાદના વધતા ખતરા પર પણ વાતચીત કરવાની સંભાવના છે.
6 ડિસેમ્બર એટલે કે સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચી રહ્યા છે. જ્યારે રવિવારે રાત્રે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ તથા રક્ષા મંત્રી સર્ગેઈ શોયગૂ ભારત પહોંચી ચુક્યા છે. સોમવારે પુતિન અને પીએમ મોદીની મુલાકાત થવાની છે. બંને દેશો વચ્ચે દર વર્ષે શિખર વાર્તા થતી રહી છે. પરંતુ કોરોના કાળ દરમિયાન વર્ષ 2020માં શિખર વાર્તા સ્થગિત રહી હતી. કોરોના કાળ અને ચીનની સાથે સરહદ વિવાદ સહિત અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સહિત ઘણા મુદ્દાને જોતા આ વખતે રશિયા અને ભારતની ટૂ પ્લસ ટૂ શિખર વાર્તા ખુબ મહત્વની માનવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર શિખર વાર્તા બાદ જારી થનાર સંયુક્ત નિવેદનમાં સરહદ પાર આતંકવાદ અને અફઘાન સંકટને કારણે સુરક્ષા પર પડનાર અસરને લઈને ભારતની ચિંતાઓને વ્યક્ત કરવામાં આવી શકે છે. વિદેશ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પ્રધાનમંત્રી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાંજે 5.30 કલાકે શિખર વાર્તા શરૂ કરશે અને રુશિ નેતા રાત્રે 9.30 કલાકે દિલ્હીથી ઉડાન ભરશે. સમિટને ધ્યાનમાં રાખીને, ભારતે અમેઠીના કોરવા ખાતે પાંચ લાખથી વધુ AK-203 એસોલ્ટ રાઇફલ્સના ઉત્પાદન માટે આશરે રૂ. 5,000 કરોડના પેન્ડિંગ AK 203 કલાશ્નિકોવ રાઇફલ્સ કરારને મંજૂરી આપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)