Home News ઇન્ટરનેશનલ ટાઇગર ડે’ના અવસરે પીએમ મોદીએ કહ્યું:દુનિયામાં વાઘ માટે સૌથી સુરક્ષિત છે...

ઇન્ટરનેશનલ ટાઇગર ડે’ના અવસરે પીએમ મોદીએ કહ્યું:દુનિયામાં વાઘ માટે સૌથી સુરક્ષિત છે ભારત

Face Of Nation:‘ઇન્ટરનેશનલ ટાઇગર ડે’ના અવસરે પીએમ મોદીએ કહ્યું છે કે ભારત દુનિયામાં વાઘો માટે સૌથી સુરક્ષિત સ્થળ છે. જેથી વાઘોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દુનિયામાં વાઘોની ઝડપથી ઘટતી સંખ્યા પ્રતિ સંરક્ષણ માટે જાગૃતતના ફેલાવવાને લઈ દર વર્ષે 29 જુલાઈએ ‘ઇન્ટરનેશનલ ટાઇગર ડે’ ઉજવવામાં આવે છે.આ અવસરે વડાપ્રધાને વાઘોની વસતીગણતરી 2018નો રિપોર્ટ જાહેર કર્યો.

વડાપ્રધાન મોદીએ દેશભરમાં વાઘોને લઈને કરવામાં આવેલી ગણતરી સાથે જોડાયેલા રિપોર્ટને આજે જાહેર કર્યો. આ પ્રસંગે પીએમે કહ્યું કે 9 વર્ષ પહેલા સેન્ટ પીટસબર્ગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 2022 સુધી વાઘોની સંખ્યા બે ગણી કરવામાં આવશે પરંતુ અમે આ ટાર્ગેટ 4 વર્ષમાં જ પૂરો કરી દીધો છે.પીએમ મોદીના જણાવ્યા મુજબ, વર્ષ 2014માં ભારતમાં સંરક્ષિત વિસ્તારોની સંખ્યા 692 હતી જે 2019માં વધીને 860થી વધુ થઈ ગઈ છે. આ ઉપરાંત કોમ્યુનિટી રિઝર્વની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. વર્ષ 2014માં આ સંખ્યા 43થી વધીને 100થી વધુ થઈ ગઈ છે. તેઓએ કહ્યું કે, આજે આપણે ગર્વની સાથે કહી શકીએ છીએ કે ભારત લગભગ 3 હજાર વાઘની સાથે દુનિયાનો સૌથી મોટી અને સૌથી સુરક્ષિત હેબિટાટ પૈકીનું એક છે.પીએમ મોદીના જણાવ્યા મુજબ, વાઘોને બચાવવા માટે આપણે સતત ક્ષેત્રમાં કામ કરવાની જરૂર છે. તેઓએ કહ્યું કે, હું આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને એ જ કહીશ કે કહાણી ‘એક થા ટાઇગર’થી શરૂ થઈને ‘ટાઇગર જિંદા હૈ’ સુધી પહોંચી છે, તે રોકાઈ નથી રહી. માત્ર ટાઇગર જિંદા હૈથી કામ નહીં ચાલે. તેના સાથે જોડાયેલા જે પ્રયાસ છે તેનો વધુ વિસ્તાર થવો જોઈએ, તેની ગતિ વધુ ઝડપી કરવી જોઈએ.