Home News યુક્રેન સંકટ પર પ્રધાનમંત્રી મોદીએ બોલાવી બેઠક : ઉત્તર પ્રદેશનો પ્રવાસ મુક્યો...

યુક્રેન સંકટ પર પ્રધાનમંત્રી મોદીએ બોલાવી બેઠક : ઉત્તર પ્રદેશનો પ્રવાસ મુક્યો પડતો

Face Of Nation 27-02-2022 :  છેલ્લા ચાર દિવસથી રશિયા અને યુક્રેન દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરુવારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી, રશિયન સેના યુક્રેનમાં સતત અંદરની તરફ આગળ વધી રહી છે. રશિયાએ યુક્રેનના 471 સૈનિકોની ધરપકડ કરવાનો પણ દાવો કર્યો છે. હાલ યુક્રેનમાં ભારતીયો ફસાઈ ગયા છે જેને લઈને મોદીએ તાત્કાલિક બેઠક બોલાવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ સાથે મોદીએ તેમનો ઉત્તર પ્રદેશ પ્રવાસ પણ રદ્દ કર્યો છે.
4,300 રશિયન સૈનિકો માર્યા ગયાનો યુક્રેને કર્યો દાવો
આ ઉપરાંત, રશિયન સેનાએ કહ્યું છે કે તેણે યુક્રેનના 975 સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કર્યો છે. બીજી તરફ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ 4,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સાથે લગભગ 146 ટેન્ક, 27 એરક્રાફ્ટ અને 26 હેલિકોપ્ટર નષ્ટ થયા છે.
ભારતે યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે ઓપરેશન ગંગા
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના ત્રીજા દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-1943 ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીઓને લઇને આજે રાત્રે 8 વાગ્યે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. વિમાને બપોરે રોમાનિયાના બુકારેસ્ટથી ઉડાન ભરી હતી. મુંબઈના એરપોર્ટ પર તેમના માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. યુદ્ધમાંથી બચ્યાંનો આનંદ લોકોમાં સ્પસ્ટ રીતે જોઈ શકાતો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ લોકો ભાવવિભોર થયા હતા અને તેમના ચહેરા પર આનંદ સ્પસ્ટ રીતે જોવા મળતો હતો. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ અને હંગેરીના રસ્તે પાછા લાવવામાં આવી રહ્યા છે.
યુક્રેન રેલવેએ ભારતીયો માટે શરુ કરી ઈમરજન્સી રેલવે
યુક્રેન રેલવેની જાહેરાત અનુસાર, રાજધાની કીવથી ઈમરજન્સી ટ્રેન ચલાવવામાં આવશે અને તેમાં બેસીને વિદ્યાર્થીઓ અને ભારતીયો પશ્ચિમી વિસ્તારો સુધી જઈ શકશે. યુક્રેન સરકારે દેશમાં વસતા ભારતીયોને ઈમરજન્સી ટ્રેનમાં બેસીને પશ્ચિમી વિસ્તારો તરફ જતા રહેવાનો નિર્દેશ આપ્યો છે જેથી કરીને તેમને કોઈ હાની ન પહોંચે અને તેઓ સુરક્ષિત રીતે સ્વદેશ તરફ જતા રહે.
બેલારુસમાં મોકલ્યું દળ
રશિયન મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેને તેના એક પ્રતિનિધિમંડળને બેલારુસ મોકલી આપ્યું છે જે રશિયાના પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરીને કોઈ ઉકેલ કાઢશે. આ પહેલા બેલારુસમાં શાંતિ મંત્રણા માટે યુક્રેને ના પાડી દીધી હતી અને બેલારુસને બદલે બીજા કોઈ સ્થળે શાંતિ મંત્રણાનું જણાવ્યું હતું પરંતુ રશિયા બેલારુસમાં જ વાતચીત કરવા મક્કમ રહ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).