Home Uncategorized દિલ્હીમાં નવનિર્મિત ગુજરાત ભવનનું પ્રધાનમંત્રી મોદી કરશે લોકાર્પણ,નવા ભવનનું નામ રહેશે ગરવી...

દિલ્હીમાં નવનિર્મિત ગુજરાત ભવનનું પ્રધાનમંત્રી મોદી કરશે લોકાર્પણ,નવા ભવનનું નામ રહેશે ગરવી ગુજરાત

Face Of Nation:નવી દિલ્હીમાં 131 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગુજરાત ભવનનું 2 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવા ભવનનું નામ ગુજરાત ભવનના બદલે ગરવી ગુજરાત રહેશે.

દિલ્હીમાં ગુજરાતની કળા-સંસ્કૃતિ, રીત રિવાજોનો પરિચય થાય, ગુજરાતના પ્રવાસનને વધુ વેગ મળે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. નવ નિર્મિત ભવન માટે ગુજરાત સરકારની વિનંતીને ધ્યાને રાખી ભારત સરકારે 7066 ચોરસ મીટર જમીન અકબર રોડ ઉપર ફાળવી હતી.અત્યાધુનિક સુવિધાથી સજ્જ ગુજરાત ભવનમાં 20325 ચોરસ મીટર બિલ્ટ અપ એરિયા છે. જેમાં 19 સ્યૂટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ સેન્ટર, 200 બેઠકની ક્ષમતા ધરાવતો હોલ, ચાર લોંજ, જીમનેશ્યમ અને યોગા સેન્ટર, ટેરેસ ગાર્ડન અને લાયબ્રેરી તથા 80 બેઠક વ્યવસ્થા સાથેનો કોન્ફરન્સ હોલ પણ છે.