Home News મોદીની અમેરિકા વિઝીટનો આજતકે જ કરી દીધો પર્દાફાશ, કરવા ગયા વાહવાહી પણ...

મોદીની અમેરિકા વિઝીટનો આજતકે જ કરી દીધો પર્દાફાશ, કરવા ગયા વાહવાહી પણ સામે આવી ગઈ સચ્ચાઈ, જુઓ Video

https://www.youtube.com/watch?v=BUAn6I4WpW0

Face Of Nation, 26-09-2021 : આ વર્ષે મોદીની અમેરિકા વિઝીટ ખુબ જ ચર્ચામાં રહી હતી. અમેરિકામાં મોદીની વાહવાહી દર્શાવતું ભારતીય મીડિયાએ જાણે કે, નૈતિકતાની તમામ હદ નેવે મૂકી દીધી હતી. હકીકતે મોદીની મુલાકાતની અમેરિકી મીડિયાએ નોંધ માત્ર નથી લીધી. મોદી અમેરિકા ગયા હોવા છતાં અમેરિકી પ્રમુખ કે ઉપપ્રમુખે તેમના ટ્વીટર ઉપર આવકાર આપતી પોસ્ટ શુધ્ધા નહોતી કરી પરંતુ તેમ છતાં મોદીની ખોટી વાહવાહીમાં જ વ્યસ્ત રહેતા લોકોએ તેમના પ્રચાર માટે દે ઠોકાઠોક કરવામાં કોઈ ચાન્સ બાકી નથી રાખ્યો, જેમાં એક નામ આજતક મીડિયા હાઉસનું પણ ઉમેરાઈ ગયું છે.
હાલ સોશિયલ સાઇટ્સ ઉપર આજ્તકના અંજના ઓમ કશ્યપના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લોકો આ વિડીયો મામલે ખુબ મજાક કરીને મીડિયાની ભૂમિકા ઉપર પસ્તાળ પાડી રહ્યા છે. લોકો સોશિયલ સાઇટ્સ ઉપર એવી કોમેન્ટો લખી રહ્યા છે કે, આજતકે જ મોદીની મુલાકાતનો પર્દાફાશ કરી દીધો અને તેઓ મોદીની વાહવાહી બતાવવા ગયા પરંતુ સચ્ચાઈ સામે આવી ગઈ. આ પ્રકારના વિડીયો અને કોમેન્ટો ખરેખર ભારતીય મીડિયાની તટસ્થતા ઉપર હવે સવાલ કરી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો) 

ગુજરાતના આ શહેરના આ વિસ્તારમાં કોરોનાના એક જ દિવસમાં જ આટલા કેસ આવતાં એપાર્ટમેન્ટને મારી દેવાયું સીલ

રૂંવાડા ઉભા થઇ જાય એવી તાલીબાની સજા, એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી લટકાવ્યો, VIDEO વાયરલ