Home News માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ-ફાઇનલમાં હારેલી ભારતીય ટીમને પીએમ મોદીએ આપી સાંત્વના ,એક...

માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ-ફાઇનલમાં હારેલી ભારતીય ટીમને પીએમ મોદીએ આપી સાંત્વના ,એક નિરાશાજનક પરિણામ પણ છેક સુધી લડત આપી તે સારું લાગ્યું

Face Of Nation:માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ-ફાઇનલમાં હારીને ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાની હાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ‘એક નિરાશાજનક પરિણામ, પરંતુ અંત સુધી ટીમ ઇન્ડિયાએ લડત આપી તે સારું લાગ્યું. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, ભારતે સંપૂર્ણ ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ, બૉલિંગ અને ફીલ્ડિંગ કરી જેના પર અમને ગર્વ છે. જીત અને હાર જીવનનો ભાગ છે. ટીમ ઇન્ડિયાને તેના ભવિષ્યનાં પ્રયાસો માટે શુભકામનાઓ.’

માન્ચેસ્ટરમાં રમાયેલી આઈસીસી વિશ્વ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને 18 રનોથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનું ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજની રાત્રે કરોડો ભારતીયોનાં દિલ તૂટ્યા છે, પરંતુ ટીમ ઇન્ડિયા તમે સારો પ્રયત્ન કર્યો. તમે પ્રેમ અને સમ્માનને યોગ્ય છે. રાહુલ ગાંધીએ ન્યૂઝીલેન્ડને જીતનાં અભિનંદન પાઠવ્યા છે.’

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઑવરમાં 8 વિકેચે 239 રન બનાવ્યા અને ભારતની સામે 240 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ નાનકડા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.3 ઑવરમાં 221 રન પર ઑલઆઉટ થઇ ગઇ હતી.