Home News મોદીના ગોદી મીડિયાનું પતન ! : રાહુલ ગાંધીએ મીડિયા કવરેજ વિના કોંગ્રેસને...

મોદીના ગોદી મીડિયાનું પતન ! : રાહુલ ગાંધીએ મીડિયા કવરેજ વિના કોંગ્રેસને અપાવેલી સીટો મીડિયા માટે લાલબત્તી

Face Of Nation 07-06-2024 : પત્રકારોએ મોદી ભક્તિ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. અંદરની વાત તો એવી છે કે, કોઈ ગ્રુપમાં કે બેઠકમાં પત્રકારો વચ્ચે રાજકીય ચર્ચા ચાલી રહી હોય અને તેમાંય કોઈ ભાજપની ચર્ચા નીકળે તો કેટલાક ભાજપનો ખેસ ઓઢીને બેઠેલા પત્રકારો એટલા બધા ઉગ્રતાથી ચર્ચામાં પડીને ભાજપનું ખેંચે ત્યારે ચોક્કસ એમ થાય કે પત્રકાર આલમનું પતન નિશ્ચિત છે. ગુજરાત સહીત ભારતમાં કેટલાય પત્રકારોએ રાજકીય ઓઢણાં ઓઢી લીધા તો ભાજપનો વાયરો જોઈને કેટલાય પત્રકારોએ તેમના સગાવ્હાલાઓને ભાજપનો કેસરી ખેસ ઓઢાડાઈ દીધો, કેટલાકે તો તેમની પત્નીઓને પણ ભાજપમાં હોદ્દા ઉપર બેસાડી દીધી. ખેર ! આ પત્રકારો ખરા અર્થમાં પત્રકાર નથી પણ ભાજપ તરફથી મીડિયામાં મુકવામાં આવેલા જાસુસો અને દલાલો છે. દેશભરમાં મોદી ભક્તિને લઈને પત્રકારત્વનું પતન કરનારાઓને પ્રજાએ લપડાક આપી છે. પ્રજાએ રાહુલને મીડિયા કવરેજ વિના કોંગ્રેસને સીટો આપીને અને મોદીને ભરપૂર મીડિયા કવરેજ સાથે માત્ર દોઢ લાખની લીડ આપીને પ્રજાએ સંદેશ આપી દીધો છે કે, અમે ગોદી મીડિયાને ગાંઠતા નથી કે માનતા નથી.
જે રીતે કોંગ્રેસના એક પછી એક નેગેટિવ સમાચારો રજૂ કરવામાં આવતા હતા અને રાહુલ ગાંધીને પપ્પુનું ઉપનામ આપીને મજાકનું કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા હતા તે જોતા એવું લાગતું હતું કે મીડિયા દેશવાસીના મગજમાં જાણે કે એમ નાખવા મથામણ કરી રહ્યું છે કે, ભાજપ અને મોદી સિવાય દેશના તમામ રાજકીય પક્ષો અને નેતાઓ ખરડાયેલા છે અને તે દેશ માટે આફતરૂપ છે. 24 કલાક મોદી અને ભાજપના જ સમાચારો ચલાવતા મીડિયા હાઉસો માટે રાહુલ ગાંધીએ એકલા હાથે કોંગ્રેસને અપાવેલી સીટો ખરેખર એક આત્મમંથન માંગી લે તેવી બાબત છે. વારંવાર રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ મીડિયાની એક તરફી સમાચારો દેખાડવાની વાતની ટીકા કરી ચુક્યા છે છતાં મીડિયાને ભાજપે જાહેરાતના નામે લાખ્ખો રૂપિયા આપીને ખરીદી લીધું હોય તેમ કોંગ્રેસની ટીક્કાઓને નેગેટિવ સમાચારમાં રૂપાંતરિત કરીને ચલાવવામાં આવતી હતી. ભારતમાં ચૂંટણીનું પરિણામ ભાજપ કરતા વધુ મીડિયા માટે લપડાક સમાન છે અને તેનો અભ્યાસ દરેક મીડિયા હાઉસો અને પત્રકારોએ કરવો જરૂરી છે. આ પરિણામે દેખાડી દીધું કે, મીડિયાનું પતન થઇ ચૂક્યું છે હવે પ્રજા મીડિયાને ગંભીરતાથી લેતી નથી.
કોંગ્રેસના રાહુલ ગાંધીએ વારંવાર મીડિયા કવરેજ આપવા માટે પત્રકારોને જાહેરમાં ટપાર્યા છે અને હવે જયારે મીડિયા કવરેજ વિના તેઓએ ભાજપને મજબૂતાઈથી ફાઇટ આપી છે તે જોતા તેમનું એક અભિમાન અને ગુમાન વધે તે યોગ્ય છે. જે પત્રકારોને અત્યાર સુધી મોદી અને ભાજપના નેતાઓ હડધૂત કરતા હતા, કૂતરાની માફક તેમની અવગણના કરતા હતા, મારતા હતા અને કેસો કરતા હતા છતાં મોદી મોદી કે ભાજપ ભાજપ કરતા હતા તેવા પત્રકારોના પેટમાં આજે કોંગ્રેસના રાહુલ ગાંધીએ એકલા હાથે આપેલી ફાઇટ ગજબની ખુંચી રહી છે. ભાજપના નેતાઓ કરતા વધારે આવા પત્રકારો અને ગોદી મીડિયાને ભાજપની રાજકીય પરિસ્થિતિ અંગે આંચકો લાગ્યો છે. આ આંચકાથી બહાર તેઓ આવી શકતા નથી એટલે હજુ પણ તેઓ મોદી અને ભાજપની ભક્તિમાં જ તલ્લીન છે. આ વાતો ચોક્કસ કડવી છે પણ સત્ય હંમેશા કડવું હોય છે.
જે પત્રકારો સચ્ચાઈ અને નીડરતાથી બોલે છે, લખે છે તે આજે કોઈ મીડિયા હાઉસના સહારે નથી કેમ કે તેઓએ પોતાના ખુદના પ્લેટફોર્મ પ્રજાના અવાજ માટે ઉપયોગ કર્યા છે અને કરી રહ્યા છે. જયારે પત્રકાર કે મીડિયા હાઉસ સત્તાના શરણે થઇ જાય કે રાજકીય પક્ષને મોહી જાય ત્યારે પત્રકારત્વ અને લોકશાહી બંનેનું પતન થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

તો રાજકારણ માટે જનેતાના નામનો સહારો લેતા નરેન્દ્ર મોદીના નામનો ગરબો ગુજરાતમાં પાછો ફરતો