Face Of Nation, 24-09-2021 : નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓ આજે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસને મળ્યા હતા. જો કે આશ્વર્યની બાબતએ છે કે, અમેરિકાની મોટાભાગની સમાચાર એજન્સીઓ કે અખબારોએ મોદીની આ મુલાકાત લાઈવ નહોતી કરી કે નોંધ પણ નહોતી લીધી. એથી પણ વધુ આશ્વર્યની બાબત એ છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટે મોદી અમેરિકા પહોંચ્યા ત્યારે આવકાર આપતો મેસેજ પણ તેમના સોશિયલ સાઇટ્સમાં મુક્યો નહોતો. સાથે જ તમામ નેતાઓ સાથેની મુલાકાત અંગે ટવીટ કરતા કમલા હેરિસ સાથે મોદીએ કરેલી મુલાકાત અંગે પણ તેઓએ ટવીટ ઉપર કંઈ લખ્યું નહોતું. જો કે વિદેશના કોઈ નેતા ભારતમાં આવે તો ભારતનું મીડિયા એમના આગમનથી જાય ત્યાં સુધી પળેપળનું લાઈવ એ જ બતાવ્યા કરે અને અખબારો પણ એ જ સમાચારોથી ભરેલા હોય. જો કે, વિદેશમાં કદાચ લોકશાહી વધુ જીવંત અને લોકશાહી વધુ મહત્વની છે એટલે નેતાઓના આગમનના કવરેજ કરતા પ્રજાના મહત્વના મુદ્દાઓથી કોઈ મીડિયા ધ્યાન હટાવતું નથી. જે પ્રમાણે ભારતીય મીડિયા લાઈવ કરે છે તેની સરખામણીએ અમેરિકી મીડિયાએ હજુ સુધી મોદીના બે મિનિટના સમાચાર પણ બતાવ્યા નથી કે લાઈવ પણ કર્યું નથી.
ભારતીય મીડિયા હંમેશા મોદીની વાહવાહ કરવામાં અગ્રેસર રહ્યું છે. કાગનો વાઘ બનાવીને જ હંમેશા મોદીને હાઈલાઈટ કરવામાં કોઈ કસર બાકી ન રાખનારા ભારતીય મીડિયાએ તેની નૈતિકતા ગુમાવી દીધી છે. અમેરિકામાં દર વખતે મોદીના થતા સ્વાગતના કાર્યકમો આ વખતે કંઈક જુદા જ હતા. આ વખતની મુલાકાતે મોદીને આવકારવા એરપોર્ટ ઉપર કોઈ અમેરિકી નેતા કે ઉચ્ચ અધિકારીઓ હાજર નહોતા. માત્ર ત્રણ અધિકારીઓ અને પ્રોટોકોલ મુજબના અન્ય ત્રણ સેના અને પોલીસ વિભાગના અધિકારીઓએ જ મોદીને આવકાર આપ્યો હતો. સામાન્ય રીતે જે તે દેશના વડા પણ આવી મુલાકાત સમયે આવકાર આપતા સંદેશ તેમની સોશિયલ સાઇટ્સ ઉપર રજૂ કરતા હોય છે. તેવામાં પ્રેસિડન્ટ કે વાઇસ પ્રેસિડન્ટે કોઈ પણ પ્રકારનો આવકાર આપતો સંદેશ તેમની સોશિયલ સાઇટ્સ ઉપર મુક્યો નહોતો. કમલા હેરિસે પણ મોદી સાથે કરેલી મુલાકાતનો ઉલ્લેખ તેમના ટ્વીટર ઉપર કર્યો નહોતો. પ્રોટોકોલ મુજબ કરેલી મિટિંગમાં વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે મોદીને આવકાર્ય હતા પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ સોશિયલ સાઇટ્સ ઉપર કર્યો નહોતો. અમેરિકા એરપોર્ટ ઉપર ઉતરેલા મોદીએ પણ તેમની વાહવાહી અને ભવ્ય સ્વાગત દેખાડવા અગાઉથી જ કેટલાક ભારતીયોને હાજર રહેવાની ગોઠવણ તેમના નજીકના અમેરિકામાં રહેનારા લોકોએ કરી નાખી હતી. જેથી એવું ચિત્ર દેખાય કે, અમેરિકામાં ભારતીયો દ્વારા મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે પરંતુ હકીકતે માત્ર 60 થી 70 જેટલા લોકો એરપોર્ટ ઉપર હાજર રહ્યા હતા. આ તમામ બાબતો ઉપરની અસરનું મુખ્ય કારણ મોદીએ ટ્રમ્પની કરેલી વાહવાહી હોઈ શકે છે. અમેરિકામાં જયારે ચૂંટણી યોજાવાની હતી ત્યારે ટ્રમ્પના પ્રચારમાં આવેલા મોદીએ અબકી બાર ટ્રમ્પ સરકારનું સૂત્ર આપ્યું હતું સાથે જ ટ્રમ્પના ભરપેટ વખાણ કરીને તેમને ચૂંટણી જીતાડવા ભરપૂર પ્રયાસો કર્યા હતા. મોદીએ ટ્રમ્પને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ બોલાવીને ભારતીયોમાં ટ્રમ્પને મત આપવા આડકતરો પ્રચાર કર્યો હતો તેમ છતાં ટ્રમ્પ જીત્યા નહોતા અને હવે જયારે બાઈડન રાષ્ટ્રપતિ છે ત્યારે સ્વાભાવિક છે કે તેઓને મોદીનું વર્તન અને મોદીના શબ્દો યાદ રહે. તમામ દેશોના રાજકીય ગણિતો ભારત જેવા નથી હોતા એટલે જ ક્યારેય કોઈ દેશના નેતા અન્ય દેશની ચૂંટણીમાં કોઈ નેતાના પ્રચાર અર્થે કઈ બોલતા કે કરતા નથી. જે મોદીએ ટ્રમ્પ સમયે કર્યું તે અમેરિકાની આજની સરકાર સમજી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી