Face Of Nation:અમદાવાદમાં સવારથીજ વાદળછાયા વાતાવરણ વચ્ચે વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો..સવારથીજ ઘનઘોર ઘેરાયેલા વાદળો વચ્ચે બપોરે ચોમાસાએ રંગ પકડયો અને મુશળાધાર વરસાદ શરુ થયો હતો શહેરમાં બોપલ,ઘુમા,થલતેજ,પાલડી,સરસપુર,બાપુનગર, વટવા,ઉસ્માનપુરા,ઘાટલોડિયા, ચાંદખેડા, શિવરંજની,નહેરુનગર, આંબાવાડી,વાસણા સહિતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી.આ તરફ બાવળામાં પણ ભારે વરસાદથી થોડીવારમાંજ રોડ અને રસ્તાઓ પર પાણી પ્રસરી ગયા હતા,,તો કેટલીક જગ્યાઓએ ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાઈ હતી,અને બપોર પછી અચાનક જ ધોધમાર વરસાદ ધાબડતા અમદાવાદીઓએ ચોમાસાની ખરી મૌસમની મજા માણી હતી.