Home News ઉત્તર ગુજરાત પર ગાજ્યું ચોમાસુ: સાબરકાંઠામાં ધોધમાર, સતલાસણામાં 6 ઈંચ વરસાદ

ઉત્તર ગુજરાત પર ગાજ્યું ચોમાસુ: સાબરકાંઠામાં ધોધમાર, સતલાસણામાં 6 ઈંચ વરસાદ

Face Of Nation:24 કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે. પોશીનામાં અને સતલાસણામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. એકદરે ઉત્તર ગુજરાતમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ યથાવત છે અને તે આગળ વધી રહ્યું છે. જેને પગલે આજે ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે.

ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદનું સંકટ યથાવત રહેશે. વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ યથાવત છે. આજે પાટણ, બનાસકાંઠા, દાહોદમાં વરસાદની આગાહી છે. ચોમાસાના 45 દિવસો બાકી છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ જઈ રહી છે. આવતી કાલથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર -કચ્છ,ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની ખેડૂતો ને ફાયદો થયો છે. રાજ્યના તમામ વિસ્તારમાં તબક્કાવાર ખૂબ જ સારો વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 87 ટકા વરસાદ નોંધાયો છે. હવે વરસાદનો વિરામ ખેડૂતો માટે લાભદાયક રહેશે.