Face Of Nation 31-10-2022 : ચૂંટણી નજીક છે અને મોરબીમાં બનેલી ઘટનાએ ભાજપ સરકારની જાગૃતતા અંગેની ચાડી ખાધી છે. મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા, જેમાં 50થી વધુ બાળકો સહિત સરકારી આંકડા પ્રમાણે 134 મૃતદેહ બહાર કઢાયા છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ, મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઊભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે. વડાપ્રધાન મગરના આંસુ સારે છે અને સમગ્ર ભાજપ અત્યારે ચૂંટણીમાં કોઈ તકલીફ ન પડે તે ધ્યાને લઈને દેખાવ કામગીરી કરી રહી છે. સોશિયલ સાઈટો ઉપર સાંત્વના અને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. ભાજપ અને વડાપ્રધાન માટે સ્થિતિ રાંડ્યા પછીના ડહાપણ જેવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેરવેશ ઉપરથી ક્યાંય મોરબીમાં મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હોય તેવું લાગતું નહોતું. જો વડાપ્રધાનને એટલી જ લાગણી હતી તો સભા સંબોધન કરવાની જરૂર જ નહોતી. એક તરફ લાશો કાઢવામાં આવી રહી હતી અને બીજી બાજુ વડાપ્રધાન રાજકીય રોટલા શેકવા માટે ચૂંટણીને લઈને સંબોધન કરી રહ્યા હતા અને આ સંબોધનમાં તેમણે મોરબીની ઘટનાનો ઉલ્લેખ કર્યો. અરે ! જયારે આટલી મોટી ઘટના બની હોય ત્યારે વડાપ્રધાને તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવા વધુ જરૂરી હોય છે. મોતના મલાજાથી વધીને કોઈ રાજકીય પાર્ટી કે સભાઓ નથી હોતી તેમ છતાં મોદીએ મગરના આંસુ સાર્યા. તેમના વક્તવ્યમાં સહેજ પણ લાગણી જણાતી નહોતી. ઓરેવા કંપનીને ભાજપના જ નેતાના ઈશારે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો અને તેને કારણે તેને મોરબીમાં ઝૂલતો પુલ બનાવીને લોકો પાસેથી પૈસા ખંખેરવાની છૂટ આપવામાં આવી હતી.
મોરબી નગરપાલિકાએ માર્ચ-2022માં ભાજપના એક નેતાના ઈશારે કરારના આધારે ઓરેવા કંપનીને 15 વર્ષ માટે ઝૂલતો પુલ સોંપી દીધો હતો. આ કરાર 5 માર્ચ, 2022ના રોજ કરવામાં આવ્યો હતો. આ કરારની મુખ્ય શરત અનુસાર વર્ષ 2022-23 દરમિયાન 12 વર્ષથી ઉપરના દરેક મુલાકાતી માટે રૂ. 15 અને નાના છોકરા માટે રૂ. 10 વસૂલવાના હતા, પરંતુ ઓરેવાએ પુલ ખૂલ્યાના પહેલા દિવસથી જ મોટી વ્યક્તિના રૂ. 17 અને નાના છોકરાના રૂ. 12 ઉઘરાવવા માંડ્યા હતા. આ માટે ભાજપના જ નેતા સાથેની સાંઠગાઢ અને ભાગબટાઈ નક્કી કરવામાં આવી હતી. રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓરેવા કંપનીએ ભાજપના એક નેતા સાથે સાંઠગાંઠ કરી હતી અને જયસુખ પટેલે ભાજપને ફંડ પેટે કેટલીક રકમ પણ આપી હતી જેની મહેરબાનીના ભાગરૂપે તેમને આ પુલ સોંપવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).