ફેસ ઓફ નેશન, 17-04-2020 : ગઈકાલે એલ.જી હોસ્પિટલમાં ડોક્ટરનો પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ આજે વધુ 4 ડોક્ટર અને એક નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે હજુ 50 સેમ્પલ આવવાના બાકી છે. જેથી મેડિકલ સ્ટાફમાં હજુ કોરોનાના કેસો વધે તેવી શક્યતા છે.
દર્દીઓની સારવાર કરી રહેલા ડોટરો અને નર્સ સહિતના સ્ટાફને કોરોનાનો ચેપ લાગવાની શરૂઆત થઇ ચુકી છે. આજે નવા પાંચ કેસ પોઝિટીવ આવતા હડકંપ મચી ગયો છે. દર્દીના સંપર્કમાં આવતા ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતા વધુ ૪ ડોક્ટર અને એક નર્સને કોરોના પોઝિટીવ આવ્યા છે. ગઈકાલે એલ જી હોસ્પિટલમાંથી ૧૦૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 5 પોઝિટિવ આવ્યા છે તો હજુ 50 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોરોના : એક મહિના અગાઉ ભારતમાં નોંધાયેલા 126 પોઝિટિવ કેસ આજે 12799 થઈ ગયા છે
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેર વચ્ચે છૂટછાટ આપવી મુશ્કેલભરી બની રહેશે