ફેસ ઓફ નેશન, 16-04-2020 : અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસી.કમિશ્નરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે આ અધિકારી ગઈકાલે જ ઝોનની મિટિંગમાં હાજર રહ્યા હતા. જે રાજમાતા સિંધીયા ભવન, બોડકદેવ ખાતે ફરજ બજાવતા હતા. જો કે તેઓ ઘાટલોડિયા વોર્ડમાં બેસતા હતા. આ મિટિંગમાં કોર્પોરેશનના અન્ય અધિકારીઓ પણ હાજર હતા. આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં રહેલા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ એલ.જી હોસ્પિટલના બે ડોક્ટર અને પાંચ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમની સાથે કામ કરતા અન્ય લોકોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ અધિકારીએ ડે. કમિશનર સહીતના અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી. ઉત્તર પશ્ચિમ ઝોનના 4 વોર્ડનો હેલ્થ સ્ટાફ પણ આ મિટિંગમાં હાજર હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. જો કે આ તમામને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. કોરોનાનો ચેપ હવે કોર્પોરેશન અને પોલીસ વિભાગમાં પણ ફેલાઈ રહ્યો છે. જેને લઈને આ સરકારી કર્મચારીઓ ડર અનુભવી રહ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે કોલવડાની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘુસ્યો, જુઓ Video
AMC : સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયામાં રહેલા કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો