Home Uncategorized અફઘાનિસ્તાનમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ, 100 લોકોના મોતની આશંકા

અફઘાનિસ્તાનમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ, 100 લોકોના મોતની આશંકા

Face Of Nation, 08-10-2021:   અફઘાનિસ્તાનની ધરતી ફરી રક્તરંજિત બની છે. અહીં શુક્રવારે એક મોટો વિસ્ફોટ થયો છે. અહીં ઉત્તરીય કુન્દુઝ પ્રાંતમાં શુક્રવારની નમાઝ દરમિયાન મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. તાલિબાની પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયાજણાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો શિયા મુસ્લિમોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. તાલિબાની ઓફિસર દોસ્ત મોહમ્મદ ઓબૈદાએ જણાવ્યું કે, 100 લોકો વિસ્ફોટની ઝપેટમાં આવ્યા છે. તેમાના મોટા ભાગના લોકોના મોત થયા છે.

સૂચના અને સંસ્કૃતિના ઉપ મંત્રી ઝબીઉલ્લાહ મુજાહિદીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આજે બપોરે કુન્દુઝના ખાનબાદ બંદર વિસ્તારમાં શિયા નાગરિકોની મસ્જિદને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો અને કેટલાક નાગરિકો શહીદ અને ઘાયલ થયા હતા.

તેમણે કહ્યું કે, સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હુમલાની તપાસ શરૂ કરી છે. સ્થાનિક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે 300 લોકો શુક્રવારની નમાઝ માટે મસ્જિદમાં હાજર હતા. આ અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા 100 લોકો હુમલાની ઝપેટમાં આવ્યા છે. જો કે હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)