Home News વર્ષના પ્રથમ દિવસે દુર્ઘટના: હરિયાણાના ભિવાનીમાં પર્વત ધસી પડ્યો, 20-25 લોકો દટાયા,આટલા...

વર્ષના પ્રથમ દિવસે દુર્ઘટના: હરિયાણાના ભિવાનીમાં પર્વત ધસી પડ્યો, 20-25 લોકો દટાયા,આટલા લોકોના મૃતદેહ બહાર કઢાયા

Face of Nation 01-01-2022: હરિયાણાના ભિવાનીના ખાણ વિસ્તાર ડાડમમાં શનિવારે એક પર્વત ધસી પડ્યો હતો. દુર્ઘટનામાં કાટમાળમાં દટાઈને ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનામાં 20-25 લોકો દટાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ખાણકામમાં ઉપયોગમાં લેવાતાં કેટલાંક મશીનો પણ કાટમાળ નીચે દટાઈ ગયાં છે.

મૃત્યુ પામેલા મજુરો છત્તીસગઢ અને રાજસ્થાનનાં છે. કાટમાળમાં કુલ કેટલાં લોકો દટાયા છે, તે બાબતની હજી સુઘી જાણકારી મળી શકી નથી. પર્વત કુદરતી રીતે જ ધસી પડ્યો કે બ્લાસ્ટને કારણે આ દુર્ઘટના સર્જાઈ, એ બાબતે હાલમાં જાણી શકાયું નથી. ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

દુર્ઘટનાની જાણકારી મળતાં જ હરિયાણાનાં કૃષી મંત્રી જે.પી. દલાલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતુ કે આ દુર્ઘટનામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે, પણ હજી સુઘી મોતનો સ્પષ્ટ આંકડો જાણી શકાતો નથી. જો કે, ડોકટરાની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે.

હાલમાં ત્રણ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. તંત્ર અને પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બચાવ ટીમના રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકો છત્તીસગઢ અને રાજસ્થાનના મજૂરો છે. પથ્થરો નીચે કેટલા લોકો દટાયા છે એ હજુ સુધી જાણી શકાયું નથી..(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).