Home News વિરોધ : મહિલા સાંસદ કાચા રીંગણ લઈને પહોંચ્યા સંસદમાં; કહ્યું – LPG...

વિરોધ : મહિલા સાંસદ કાચા રીંગણ લઈને પહોંચ્યા સંસદમાં; કહ્યું – LPG એટલો મોંઘો છે કે વ્યક્તિએ કાચા શાકભાજી ખાવાનો લેવો પડે છે આશરો!

Face Of Nation 02-08-2022 : તૃણમુલ કૉંગ્રેસના મહિલા સાંસદ કાકોલી ઘોષે મોંઘવારીનો અનોખી રીતે વિરોધ કર્યો. સોમવારે લોકસભામાં મોંઘા ગેસ સિલિન્ડરની વાત કરતાં કરતાં કાકોલી ઘોષ કાચું રીંગણ ખાવા લાગ્યા. તેમણે કહ્યું કે, મોદી સરકારમાં મોંઘવારી આસમાને છે. ગેસ સિલિન્ડરના ભાવ એટલા વધી ગયા છે કે, લોકોને કાચું શાક ખાવાનો વારો આવ્યો છે. આમ બોલતાં બોલતાં અચાનક જ તે રીંગણ હાથમાં લે છે અને દાંતથી બટકું ભરે છે. કાકોલી ઘોષનો આ અંદાજ જોઈ ગૃહમાં હાજર સાંસદો હસવા લાગે છે.
TMC સાંસદે સિલિન્ડરના ભાવ ઓછા કરવાની માંગણી કરી
કાચા રીંગણ બતાવીને મોંઘવારીનો વિરોધ કરનારા ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે ચર્ચા દરમિયાન એલપીજી સિલિન્ડરની કિંમત ઓછી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. પહેલા એલપીજી 600 રૂપિયા હતો જે હવે 1100 રૂપિયા છે. તેમણે વધુમાં કહ્યું કે શું સરકાર ઈચ્છે છે કે આપણે કાચા શાકભાજી ખાઈએ. સાંસદે કહ્યું કે સિલિન્ડરના દર ઘટાડવા જોઈએ.
આ વર્ષે અત્યાર સુધીમાં સિલિન્ડરની કિંમત 8 વખત વધી
સિલિન્ડરના ભાવમાં સતત વધારાથી સામાન્ય જનતા પરેશાન છે. જેના કારણે સામાન્ય રીતે દરેકના ઘરનું બજેટ બગડી જાય છે. સિલિન્ડરની કિંમતોમાં વધારાનું કારણ એ છે કે જુલાઈમાં એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે છેલ્લા એક વર્ષમાં દરમાં આઠમો વધારો છે. જે બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બિન-સબસિડી વગરના એલપીજીની કિંમત 14.2 કિલોગ્રામ સિલિન્ડર દીઠ 1,053 રૂપિયા છે.
સાંસદોનું સસ્પેન્શન રદ થયા બાદ મોંઘવારી પર ચર્ચા
ગૃહમાં મોંઘવારી પર ચર્ચાનું આયોજન કરવા માટે ઘણા દિવસોથી પ્રયાસો ચાલુ છે. જે અંતર્ગત સરકાર અને કોંગ્રેસ સહિત અન્ય તમામ વિરોધ પક્ષો મોંઘવારી અંગે ચર્ચા કરવા તૈયાર હતા. પરંતુ કોંગ્રેસ ચર્ચા બાદ મતદાન કરવા માંગતી હતી. જ્યારે સરકાર માત્ર ચર્ચા ઇચ્છતી હતી. આ પછી કોંગ્રેસે સસ્પેન્ડેડ સાંસદોનું સસ્પેન્શન રદ કરવાની માગ કરી હતી. આ સ્વીકારીને સ્પીકરે સસ્પેન્શન પાછું ખેંચ્યું હતું. આ પછી સોમવારે બપોરે ગૃહમાં મોંઘવારી પર ચર્ચા શરૂ થઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).