Face Of Nation : મધ્ય પ્રદેશમાં 17 દિવસથી ચાલતીરાજકીય ખેંચતાણનો આજે નિર્ણાયક દિવસ છે. ફ્લોર ટેસ્ટ પહેલાં જ કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે સાથે જ ભાજપે સરકાર રચવાનો દાવો કર્યો છે. કમલનાથે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમનું રાજીનામુ આપવાની વાતનો ખુલાસો કર્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટના આદેશ પછી આજે કમલનાથ સરકારનો વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો હતો. પરંતુ તે પહેલાં જ કમલનાથે રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી છે. ગુરુવારે રાત્રે સ્પીકરે 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરી લેવામાં આવ્યા છે. આ રાજીનામાનો સ્વીકાર થયા પછી કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા ઘટીને 92 થઈ ગઈ છે. દિગ્વિજય સિંહે હવે સ્વીકાર કરી લીધું છે કે, તેમની સરકાર સુરક્ષીત નથી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે, અમારી સરકાર બચાવવી મુશ્કેલ છે.
Home Uncategorized ફ્લોર ટેસ્ટ પહેલા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું રાજીનામું : સરકાર બનાવવા ભાજપનો દાવો