Face Of Nation, 08-11-2021: જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલા એક ટેક્સી ડ્રાઇવરના ફોન કોલ બાદ પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. મુંબઈ પોલીસને કોલ કરી ટેક્સી ડ્રાઇવરે જણાવ્યું કે બે લોકો એન્ટીલિયા વિશે પૂછપરછ કરી રહ્યાં હતા.
ટેક્સી ડ્રાઇવરના ફોન કોલ બાદ એક્ટિવ થયેલી મુંબઈ પોલીસે તેને મુકેશ અંબાણીના ઘર માટે ખતરાના રૂપમાં જોયો અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ટેક્સી ડ્રાઇવરે પોલીસને જણાવ્યું કે, એન્ટીલિયા વિશે જાણકારી કરી રહેલા લોકો પાસે એક થેલો હતો. પોલીસ બંને શંકાસ્પદોની શોધ કરી રહી છે. ટેક્સી ડ્રાઇવરના નિવેદનના આધાર પર તપાસ કરવામાં આવી રહી છે.
Security heightened outside Mukesh Ambani's residence 'Antilia' after Mumbai Police received a call from a taxi driver that two people carrying a bag asked for Ambani's residence. pic.twitter.com/RW5uMtcleK
— ANI (@ANI) November 8, 2021
એન્ટીલિયા વિશે બે લોકો દ્વારા પૂછપરછ કરવાનો મામલો સામે આવ્યા બાદ જ્યાં મુકેશ અંબાણી ઘર પર છે અને તે વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. વિસ્તારમાં નાકાબંધી કરી શંકાસ્પદોની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ તરફથી સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહત્વનું છે કે આ પહેલા મુકેશ અંબાણીના ઘરની બહાર ફેબ્રુઆરીમાં વિસ્ફોટક ભરેલી એક એસયૂવી મળી હતી. એસયૂવીમાં 20 જિલેટિનની સ્ટીક અને એક પત્ર મળ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં મુંબઈ પોલીસ એસઆઈ સચિન વઝે પણ કસ્ટડીમાં છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)