Face Of Nation 06-07-2022 : કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમનો રાજ્યસભામાં કાર્યકાળ આવતીકાલે પૂરો થવા જઈ રહ્યો છે. આ અગાઉ કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએએ નકવીના કાર્યકાળની પ્રશંસા કરી હતી. તેમને રાજીનામાથી એવી શક્યતા વહેતી થઈ છે કે તેઓ પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે
ભાજપે તાજેતરમાં રાજ્યસભા ચૂંટણીમાં નકવીને ઉમેદવાર બનાવ્યા ન હતા, ત્યારથી એવી અટકળો વહેતી થઈ હતી કે પક્ષ તેમને કોઈ મોટી ભૂમિકામાં રજૂ કરવા ઈચ્છે છે. તેમણે NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. નકવી અત્યારે કેન્દ્ર સરકારમાં પ્રધાન રહ્યા છે, આ ઉપરાંત રાજ્યસભામાં ભાજપ સંસદીય પક્ષના ઉપનેતા પણ હતા.
પ્રધાનમંત્રી મોદીએ કેબિનેટ બેઠકમાં પ્રશંસા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં પણ લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી તથા આરસીપી સિંહની પ્રશંસા કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે PM મોદીએ કહ્યું કે તમે દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે.
કેબિનેટ બેઠક બાદ જેપી નડ્ડાને મળ્યા નકવી
કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક બાદ મુખ્તાર અબ્બાસ નકવીએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જોકે બન્ને નેતા વચ્ચે શું વાતચીત યોજાઈ તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી મળી શકી નથી.
JDU ક્વોટાથી મંત્રી RCP સિંહે રાજીનામું આપ્યું
મુખ્તાર અબ્બાસ નકવી ઉપરાંત જનતા દળ યુનાઈટેડના ક્વોટાથી કેન્દ્ર સરકારમાં મંત્રી આરસીપી સિંહે પણ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ છે. JDUએ તેમને રાજ્યસભામાં વધુ કાર્યકાળ આપ્યો નથી. આરસીપી સિંહનો રાજ્યસભા સાંસદ તરીકે ગુરુવારે અંતિમ દિવસ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).