- માલ્યાએ કહ્યું હતું- ભાગેડુ આર્થિક અપરાધી મામલામાં અપીલ પર ચુકાદો ન આવે ત્યાં સુધી તેની સંપત્તિઓ પર કાર્યવાહી ન થાય
- વિશેષ કોર્ટે જાન્યુઆરીમાં ભાગેડુ અપરાધી જાહેર કર્યો હતો
- માલ્યાએ ચુકાદા વિરૂદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી
Face Of Nation:બોમ્બે હાઈકોર્ટે ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યાની અરજી ગુરૂવારે ફગાવી દીધી છે. માલ્યાએ અપીલ કરી હતી કે સરકારી એજન્સીઓ તેમના કે તેમની સંપત્તિઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાથી ત્યાં સુધી રોકરવામાં આવે જ્યાં સુધી તે ભાગેડુ અપરાધી જાહેર કરવા અંગે કોર્ટનો ચુકાદો ન આવે. વિશેષ અદાલતે આ વર્ષે જાન્યુઆરીમાં માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. માલ્યાએ તેને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો છે.
માલ્યાની સંપત્તિઓ વેચીને બેંક પોતાનું બાકી દેવું વસૂલવા માગે છે
માલ્યા પર ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયાનું દેવું બાકી છે. લોનની વસૂલાત માટે બેંક માલ્યાની જપ્ત કરેલી સંપત્તિઓને વેચવા માગે છે. હાલ માલ્યા લંડનમાં છે. ગત વર્ષે ડિસેમ્બરમાં લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે તેના ભારત પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. યુકેના ગૃહ સચિવે પણ મંજૂરી આપી હતી. માલ્યા ચુકાદાને પડકારવા માગતા હતા. ગત દિવસે યુકે હાઈકોર્ટે તેને પ્રત્યાર્પણ વિરૂદ્ધ અપીલ કરવાની મંજૂરી આપી હતી.