Face of Nation 10-02-2022 : ભાવનગરમાં સતત બીજા દિવસે પણ હત્યાની ઘટના ઘટી હોવાની વિગતો સામે આવી રહી છે. ભાવનગરનાં મામસા ખાતે ફેકટરીના વોચમેનની હત્યા કરવામાં આવી છે. ફેક્ટરીમાં વોચમેન એવા નેપાળી યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ ભાવનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હત્યા કોણે અને ક્યા કારણો સહ કરી છે તેની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલ પોલીસ દ્વારા અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસને વેગ આપવામાં આવ્યો છે, તો અજાણ્યો હત્યારો હત્યાને અંજામ આપી નાસી છૂટયા હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં સતત બીજા દિવસે હત્યાનો ગુનો આકાર લેતા શહેરનાં સામાન્ય નાગરીકોમાં અજંપા અને અસલામતીની લાગણી જોવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
https://www.youtube.com/watch?v=dhxLwdpguqU