Face Of Nation 28-04-2022 : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદ્યા પછી ટેસ્લાના CEO એલન મસ્ક સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ દેખાઈ રહ્યા છે. તેમણે ઝડપથી કોકા-કોલાને ખરીદવાની વાત કહી છે. તેમણે કહ્યું હતું, તે એમાં કોકેન નાખશે. તો બીજીતરફ મસ્કે ટ્વીટ કર્યું કે હું હવે કોકા-કોલા ખરીદવા જઈ રહ્યો છું, જેમાં ફરીથી કોકેન નાખવામાં આવશે. તેમના આ ટ્વીટને લોકો અત્યારસુધીમાં લાખોની સંખ્યામાં લાઈક અને રિટ્વીટ કરી ચૂક્યા છે. મસ્કે મંગળવારે જ ટ્વિટરને ખરીદ્યું છે. આ ટ્વીટની થોડીવાર પછી મસ્કે વધુ એક ટ્વીટ કર્યું. કહ્યું- ટ્વીટર વધુ મજાવાળી જગ્યા બનવી જોઈએ. એના તરત પછી મસ્કે પોતાનો અગાઉનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો, જેમાં તેમણે કહ્યું હતું કે હવે હું મેકડોનાલ્ડ્સ ખરીદવા જઈ રહ્યો છું અને તમામ આઈસક્રીમ મશીનને રિપેર કરી દઈશ. તેમણે મજાકમાં પોતાને જવાબ આપ્યો- સાંભળો, હું ચમત્કાર ન કરી શકું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદ્યા પછી ટેસ્લાના CEO એલન મસ્ક સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ દેખાઈ રહ્યા છે. તેમણે ઝડપથી કોકા-કોલાને ખરીદવાની વાત કહી છે. તેમણે કહ્યું, તે એમાં કોકેન નાખશે.
એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા
એલન મસ્કે માઈક્રો બ્લોગિંગ સાઈટને ખરીદવા માટે 44 બિલિયન ડોલર, એટલે કે 3368 અબજ રૂપિયાની ડીલ કરી છે. ટ્વિટરના દરેક શેર માટે તેમણે 54.20 ડોલર(4,148 રૂપિયા) ચૂકવ્યા છે. તેમની પાસે પહેલેથી જ ટ્વિટરમાં 9 ટકાનો હિસ્સો હતો. તેઓ ટ્વિટરના સૌથી મોટા શેરહોલ્ડર હતા. તાજેતરની ડીલ પછી તેમની પાસે કંપનીનો 100 ટકા હિસ્સો છે અને ટ્વિટર તેમની પ્રાઈવેટ કંપની બની ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).