Home News વડતાલ મંદિરથી પરત ફરતા કમકમાટી ભર્યો અકસ્માત, અમદાવાદના બે યુવકોના મોત નિપજ્યા

વડતાલ મંદિરથી પરત ફરતા કમકમાટી ભર્યો અકસ્માત, અમદાવાદના બે યુવકોના મોત નિપજ્યા

Face Of Nation, 04-11-2021:  એક તરફ પર્વનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે કેટલાક પરિવારો માટે દુખની ઘડી બની રહી છે. નડિયાદ પાસે નેશનલ હાઇવે  નંબર 8 પર પીજ ચોકડી પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં અમદાવાદના બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

અમદાવાદ ઓઢવ વિસ્તારના શિવમ ઓમ પ્રકાશ પાંડે તેમજ અન્ય એક સાહિલ નામના યુવકો વડતાલ મંદિરે દર્શન કરવા ગયા હતા. બંન્ને યુવકો પોતાના ટુ વ્હીલર પર વડતાલ મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે અમદાવાદ જતા સમયે નેશનલ હાઇવે નંબર 8 પર પીજ ચોકડી પાસે આવેલ રેવલે બ્રિજ પર તેમની ગાડીને અકસ્માત થયો હતો.

અકસ્માત બાદ એક યુવકનું બ્રિજ નીચે પડી જવાથી મોત નિપજ્યુ હતું. જયારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. બંને યુવકોના મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે.

પીજ ચોકડી પરના બ્રિજ ઉપર અકસ્માતમાં બે યુવકોના મોત નિપજતા દિવાળીએ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. દિવાળી ટાંણે જ અકસ્માત સર્જાતા બંને યુવકોના પરિવારમાં માતમ છવાયો છે.

સતત ચાર-પાંચ વર્ષથી આ બ્રિજ પર દિવાળી ટાંણે જ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. જાણે દિવાળી પર બ્રિજ અકસ્માતનો ઝોન બની જતો હોય તેવુ લાગે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)