Home Crime પૈસા માટે પ્રેમનું નાટક; નડિયાદની મહિલાએ આધેડને વિશ્વાસમાં લઇને નગ્ન ફોટા મંગાવ્યા,...

પૈસા માટે પ્રેમનું નાટક; નડિયાદની મહિલાએ આધેડને વિશ્વાસમાં લઇને નગ્ન ફોટા મંગાવ્યા, ફોટા વાયરલ કરવાની ધમકી આપી પડાવ્યા 10 લાખ રૂ.!

Face Of Nation 30-04-2022 :  અમદાવાદના આધેડને મહિલા સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે. મિત્રતા કેળવી મહિલાએ આ આધેડના નગ્ન ફોટા મંગાવ્યા હતા અને એ બાદ આ ફોટાને વાયરલ કરવાની ધમકી આપી કટકે કટકે દસ લાખ ઉપરાંતની રકમ પડાવી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મહિલા અને તેના મળતીયાઓએ સમાધાન માટે વધુ રૂપિયા 5 લાખ માંગતા અંતે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આધેડે આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે મહિલા સહિત તેના બેન બનેવી અને અન્ય એક શખ્સ મળી કુલ 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ત્રણ આરોપીઓને અટકાયત કરી છે.
​​​​​અજાણ્યા નંબરથી આવેલો ફોન ભારે પડ્યો
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા આધેડ પોતે કડિયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી આશરે અઢી માસ ઉપર આ આધેડ ઉપર દક્ષાબેન નામનો અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો અને એ બાદ બંને વચ્ચે મીઠી મીઠી વાતો થતા મિત્રતા કેળવાય હતી. વાતવાતમાં દક્ષાબેન નામની મહિલાએ આ આધેડના નગ્ન ફોટા ફોન મારફતે મંગાવ્યા હતા અને 28મી ફેબ્રુઆરીના રોજ સવારના સમયે દક્ષાબેને ફોન કરી નડિયાદ મળવા આધેડને બોલાવ્યા હતા.
કેસ કરવાની ધમકી આપી
બંને નડિયાદ રેલવે સ્ટેશન સામે મળ્યા હતા અને બાદ બંને સ્કુટર લઈને ખાત્રજ ચોકડી ખાતે આવેલા આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં ગયા હતા. ત્યાં એકાદ કલાક રોકાઈ નડિયાદ આવવા નીકળ્યા હતા.‌ ત્યાંથી નડિયાદ નજીક આવતા આ શખ્સની પાછળ એક વેગેનાર ગાડી આવી હતી. આ ગાડીવાળાએ આધેડને રોકી જણાવ્યું કે, અમો દક્ષાબેનના બેન બનેવી છે તથા અન્ય એક ઈસમે પોતાની ઓળખાણ હિતેશભાઈ તરીકે આપી હતી. આ તમામે જણાવેલું કે, તમે ગેસ્ટ હાઉસમાં એકાંત માણી આવ્યા છો તમે પોલીસ સ્ટેશન ચાલો તમારા પર કેસ કરવાના છે. તમારા નગ્ન ફોટા પણ અમારી પાસે છે.
કટકે કટકે રૂ. 10 લાખ 3 હજાર પડાવી લીધા
આ મામલો રફેદફે કરવો હોય તો 2 લાખ 50 હજાર આપો જેથી તુરંત ગુગલ પે દ્વારા થોડી રકમ અને બાકીની રકમ આંગડિયા દ્વારા મોકલી આપી હતી. જોકે, તે બાદ પણ આ મહિલા અને તેના મળતિયાઓએ યેનકેન પ્રકારે અમદાવાદના આધેડ પાસેથી કોઈ કેસ નહીં કરવાના અને તેના ફોટા વાયરલ કરવાની તથા મહિલાએ ઝેર પીધું છે, પ્રેગનેન્ટ છે તેવું જણાવી કટકે કટકે રૂપિયા 10 લાખ 3 હજાર પડાવી લીધા હતા.
બે મહિલા સહિત ત્રણને પોલીસે ઝડપી પાડ્યા
આ બાદ પણ ફોટા ડિલીટ કરવાના અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તથા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વધારે 5 લાખ રૂપિયાની માગણી કરવા માટે દબાણ કરવામાં આવતાં અંતે આ આધેડ‌ે પોલીસનો સહારો લીધો છે. આ મામલે ભોગ બનનાર આધેડ‌ે દક્ષા, હિતેશ તથા દક્ષાના બેન તેમજ દક્ષાના બનેવી (તમામ‌ રહે.નડિયાદ) સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં દક્ષા ભોઈ, હિતેશ પ્રજાપતિ અને રેખા પાવળિયાની અટકાયત કરી નડિયાદ ટાઉન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).