Home Uncategorized રાજીવ ગાંધી હત્યાની દોષિત નલિની શ્રીહરન જેલ બહાર આવી,મદ્રાસ હાઇકોર્ટે મંજૂર કર્યા...

રાજીવ ગાંધી હત્યાની દોષિત નલિની શ્રીહરન જેલ બહાર આવી,મદ્રાસ હાઇકોર્ટે મંજૂર કર્યા પેરોલ

Face Of Nation:રાજીવ ગાંધી હત્યાકાંડની નલિની શ્રીહરન જેલ બહાર આવી છે. મદ્રાસ હાઇકોર્ટે તેના 30 દિવસના પેરેલ મંજૂર કર્યા છે. નલિનીએ પોતાની દીકરીના લગ્ન કરવાની તૈયારી માટે મદ્રાસ હાઇકોર્ટમાંથી છ મહિનાનાં પેરોલ માંગ્યા હતા. 21 મે, 1991ના રોજ તામિલનાડુના શ્રીપેરમ્બદુરમાં માનવ બોમ્બ ધનુએ રાજીવ ગાંધીની હત્યા કરી નાખી હતી.

નોંધનીય છે કે નલિનીની દીકરી લંડનમાં રહે છે. પાંચ જુલાઈના રોજ મદ્રાસ હાઇકોર્ટે નલિનીને 30 દિવસના પેરોલ આપ્યા હતા. નલિનીએ એક કોલેજમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેણી ચેન્નાઇની એક ખાનગી કંપનીમાં સ્ટેનોગ્રાફરની નોકરી કરતી હતી. નલિની ડિસ્ટન્સ એજ્યુકેશનના માધ્યમથી માસ્ટર્સનો અભ્યાસ પણ કરી રહી હતી.