Face Of Nation 19-11-2023 : મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમનું નામકરણ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખવામાં આવ્યું ત્યારબાદ નવીનીકરણ બાદ પહેલી વર્લ્ડકપની મેચમાં જ ભારતની ટિમ માટે આ સ્ટેડિયમ બૂંદિયાળ સાબિત થયું હોય તેમ ટપોટપ એક પછી એક મહત્વની વિકેટો પડી જતા દર્શકો નારાજ થયા હતા. સામાન્ય રીતે ભારતીયો નામકરણ અને મુર્હુતમાં માને છે તેવામાં ગુજરાતીઓમાં આ એક નવો ગણગણાટ શરૂ થયો છે કે, મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમનું નામકરણ ભારતની ટિમ માટે બૂંદિયાળ સાબિત થયું છે.
મોદી સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું છે. બોલિવૂડ સેલેબ્રિટી, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ સહિતના દિગ્ગજો પણ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા આવ્યા છે. ભારતે એક પછી એક ટપોટપ વિકેટો ગુમાવી દીધી છે. ખાસ તો વિરાટ કોહલી આઉટ થતા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો છે. કોહલી આઉટ થતા જ અનુષ્કા શર્મા સહિત દર્શકો માથુ પકડી ગયા હતા. પાવરપ્લેમાં ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પહેલી વિકેટ શુભમન ગિલની ગુમાવી હતી. ગિલ 4 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ રોહિત અને કોહલીએ 46 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત સતત બીજી મેચમાં 47 રન બનાવી આઉટ થયો હતો. ટીમે 10 ઓવરમાં 80 રન બનાવી 2 વિકેટ ગુમાવી હતી.
અમદાવાદની પીચ બેટરો માટે મદદરૂપ રહી છે, પરંતુ તે બોલરોને પણ મદદ કરે છે. અહીં મધ્ય ઓવરોમાં સ્પિનરોને સપોર્ટ મળે છે. આ વર્લ્ડ કપની પાંચમી મેચ અહીં રમાશે. અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં ચેઝ કરતી ટીમે 3માં જીત મેળવી હતી અને પ્રથમ બેટિંગ કરનાર ટીમે એક મેચ જીતી હતી. અહીં અત્યાર સુધી રમાયેલી 30 ODIમાંથી 15 મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. ચેઝ કરતી ટીમ 15 મેચમાં જીતી હતી. પ્રથમ દાવમાં કુલ સરેરાશ 243 રન છે. અહીં ટીમનો સર્વોચ્ચ સ્કોર 365 રન છે, જે દક્ષિણ આફ્રિકાએ 2010માં ભારત વિરુદ્ધ બનાવ્યો હતો. સૌથી ઓછો સ્કોર 85 છે, જે ઝિમ્બાબ્વેએ 2006માં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
લોખંડી પોલીસ બંદોબસ્તના દાવા વચ્ચે પેલેન્સ્ટાઇન સમર્થક યુવક આસાનીથી કોહલી પાસે પહોંચી ગયો