Home Gujarat પ્રધાનમંત્રીનો મેગા રોડ શો; કેસરી ટોપીમાં સજ્જ કાર્યકરોએ પ્રધાનમંત્રીને દિલથી આવકાર્યા, જુઓ...

પ્રધાનમંત્રીનો મેગા રોડ શો; કેસરી ટોપીમાં સજ્જ કાર્યકરોએ પ્રધાનમંત્રીને દિલથી આવકાર્યા, જુઓ Video

https://youtu.be/cDMXtZvLl84

Face Of Nation 11-03-2022 : કોરોનાકાળ પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં જોવા મળે છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
વિધાનસભા ચૂંટણી સુધી ભાજપના નેતાઓ કેસરી ટોપી પહેરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે. કમલમ ખાતેના કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનારા પંચાયત સંમેલનમાં હાજર રહેનારા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહેશે. સરપંચ સંમેલનમાં બે લાખ લોકો આજે કેસરી ટોપી પહેરીને હાજર રહેશે. ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે એ હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોએ પહેરવાની રહેશે.
અમુક રૂટ ડાઇવર્ટ કરાયા, ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ
પ્રધાનમંત્રીના આગમનને લઈને અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. માત્ર ભાજપના કાર્યકરોની બસ અને ગાડીને જ જવા દેવામાં આવે છે. એરપોર્ટ જનારા મુસાફરોને ટિકિટ જોઈને જવા દેવાય છે. અન્ય લોકોને બીજા રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).