Home Gujarat હું લોકોના કામ કરવામાં માનું છું, મંત્રી બનવા નથી માગતો : ખોડલધામના...

હું લોકોના કામ કરવામાં માનું છું, મંત્રી બનવા નથી માગતો : ખોડલધામના ચેરમેન નરેશ પટેલ

Face Of Nation 15-03-2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. મોદીની મુલાકાત બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગયા છે. તેમાં પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ રાજકારણમાં આવવાના સંકેત આપી રહ્યા છે. જે અંગે આજે તેમણે જણાવ્યું હતું કે, 20 અને 30 માર્ચની વચ્ચે રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે નિર્ણય જાહેર કરીશ. હું લોકોના કામ કરવામાં માનું છું, મંત્રી બનવા નથી માગતો. તેમા પણ તાજેતરમાં તેઓએ દિલ્હીની મુલાકાત લીધી હોવાથી તેમની રાજકીય ઇનિંગ અંગે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.
રાજ્યમાં 85 લાખ જેટલા લેઉવા પાટીદારો છે
આ રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટી તેમને રાજ્યસભામાં લઈ જવાની ઓફર કરી રાજકારણમાં એન્ટ્રી કરાવી શકે છે. નરેશ પટેલને રાજ્યસભામાં લઈ જઈ આપ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. તેમાં પણ રાજ્યમાં 85 લાખ જેટલા લેઉવા પાટીદારો છે. જેથી નરેશ પટેલ આ મતદારોને પ્રભાવિત કરવામાં મુખ્ય રોલ નિભાવી શકે છે.
નરેશ પટેલની દિલ્હી મુલાકાતને લઈ ચર્ચાએ જોર પકડ્યું
નરેશ પટેલ શનિવારે દિલ્હીમાં કેટલાક ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જો કે આ વાત અંગે ખુદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી કે દિલ્હીમાં ઔદ્યોગિક મેળો હતો. અમારી એક પાર્ટનર કંપની જર્મનીમાં છે. જેમાંથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવવાના હતા. જેમને મળવા માટે હું ગયો હતો. દસ્તાવેજમાં મારા હસ્તાક્ષરની જરુર હોવાથી મારે દિલ્હી જવાનું થયુ હતુ. જેમાં કોઇ રાજકીય બેઠક થઇ નથી અને કોઇની સાથે વાતચીત થઇ નથી.
પંજાબમાં રાજ્યસભા ચૂંટણીનું ફોર્મ ભરવાની છેલ્લી તા. 21 માર્ચ
નરેશ પટેલ બે દિવસ પહેલા દિલ્હી પણ જઈ આવ્યા છે. એટલું જ નહીં નરેશ પટેલે આજે જ કહ્યું હતું કે, રાજકીય પ્રવેશ અંગે 20 થી 30 માર્ચ સુધીમાં નિર્ણય કરીશ. તેની પાછળનું એવું ગણિત હોઈ શકે કે, પંજાબમાં રાજ્યસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે. એટલે જ નરેશ પટેલ પણ આપમાં રાજ્યસભાની ચૂંટણી લડી સીધા દિલ્હીના રાજકારણમાં જઈ શકે. તેની સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ નરેશ પટેલ આપનો પ્રચાર કરી શકે છે. એવું પણ કહેવાય છે કે, જો ગુજરાતમાં આપની સરકાર બને કે ના બને પણ તેમનું દિલ્હી સુધીનું રાજકારણ તો સલામત રહી શકે છે. પંજાબમાં જુલાઈ સુધીમાં રાજ્યસભાની 7 બેઠકની ચૂંટણી યોજાશે. જેમાંથી આપને 6 બેઠક મળવાની શક્યતા છે. આ સાથે જ આપ પણ બીજુ જનતાદળની જેમ રાજ્યસભામાં 9 સીટ સાથે છઠ્ઠા ક્રમે આવી જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).