Home Politics “આપ” પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં: નરેશ પટેલ

“આપ” પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં: નરેશ પટેલ

Face Of Nation 17-03-2022 : ગત વર્ષે ખોડલધામમાં મળેલી લેઉવા-કડવા પાટીદારોની બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું હતું કે, કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ ‘આપ’ જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં તેનું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. ‘આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને તેની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી. ચૂંટણી સમયે જ સમાજ યાદ આવતો હોય તેવો ઘાટ દર વખતની ચૂંટણીમાં જોવા મળે છે. નરેશ પટેલે તાજેતરમાં જ ખોડલધામમાં યોજાયેલી લેઉવા-કડવા પાટીદારની બેઠકમાં આમઆદમી પાર્ટીનાં વખાણ કર્યા હતા.
નરેશ પટેલની દિલ્હી મુલાકાતને લઈ ચર્ચાએ જોર પકડ્યું
નરેશ પટેલ દિલ્હીમાં કેટલાક ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જોકે આ વાત અંગે ખુદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી કે દિલ્હીમાં ઔદ્યોગિક મેળો હતો. અમારી એક પાર્ટનર કંપની જર્મનીમાં છે. જેમાંથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવવાના હતા. જેમને મળવા માટે હું ગયો હતો. દસ્તાવેજમાં મારા હસ્તાક્ષરની જરુર હોવાથી મારે દિલ્હી જવાનું થયુ હતુ. જેમાં કોઇ રાજકીય બેઠક થઇ નથી અને કોઇની સાથે વાતચીત થઇ નથી.
નરેશ પટેલ 20થી 30 માર્ચ સુધીમાં નિર્ણય જાહેર કરશે
નરેશ પટેલ ગત શનિવારે દિલ્હી પણ જઈ આવ્યા છે. એટલું જ નહીં નરેશ પટેલે આજે જ કહ્યું હતું કે, રાજકીય પ્રવેશ અંગે 20થી 30 માર્ચ સુધીમાં નિર્ણય કરીશ. તેની પાછળનું એવું ગણિત હોઈ શકે કે, પંજાબમાં રાજ્યસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે. એટલે જ નરેશ પટેલ પણ આપમાં રાજ્યસભાની ચૂંટણી લડી સીધા દિલ્હીના રાજકારણમાં જઈ શકે. તેની સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ નરેશ પટેલ આપનો પ્રચાર કરી શકે છે. એવું પણ કહેવાય છે કે, જો ગુજરાતમાં આપની સરકાર બને કે ના બને પણ તેમનું દિલ્હી સુધીનું રાજકારણ તો સલામત રહી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).