Home Politics બંને સમાજ ખભેખભો મિલાવી કામ કરશે; “નરેશભાઈ જેવા સજ્જન માણસ કોંગ્રેસમાં જોડાઇ...

બંને સમાજ ખભેખભો મિલાવી કામ કરશે; “નરેશભાઈ જેવા સજ્જન માણસ કોંગ્રેસમાં જોડાઇ અને ગુજરાતને એક નવી દિશા મળે”: દલિત સમાજ

Face Of Nation 10-04-2022 : આજે સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનો મા ખોડલના દર્શન કરવા અને નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરવા ખોડલધામ આવી પહોંચ્યા હતા. દલિત સમાજના આગેવાનોએ મા ખોડલના દર્શન કર્યા બાદ નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું રાજકારણમાં આવું એવો દલિત સમાજનો ખાસ આગ્રહ છે અને દરેક સમાજને સાથે રાખીને કાર કરું. મારી દિલ્હી જવાની તારીખ હજી નક્કી થઈ નથી. બેઠકમાં ‘કોંગ્રેસ જિંદાબાદ’ના નારા પણ લાગ્યાની ચર્ચા થઈ રહી છે. તો બીજીતરફ સુરેશ બથવારે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે ખોડિયાર માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. ગુજરાતને નવી દિશામાં લઇ જવા માટે અમારી મિટિંગ થઈ હતી. અમે, પાટીદાર અને અન્ય સમાજના લોકો ગુજરાતને નવી દિશા આપવી એ બાબતે બેઠકમાં ચર્ચા થઈ છે. અમારૂ ચોક્કસ માનવું છે કે, નરેશભાઈ કોંગ્રેસમાં જોડાવા જોઈએ. વિકાસના કામો ગણાવીશ તો મોટું લિસ્ટ છે. ગુજરાતમાં 5 હજાર પ્રાથમિક સ્કૂલ બંધ થઈ ગઈ છે. બધું સેલ્ફ ફાયનાન્સ સાથે ચાલે છે, પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઈ ગયું છે, ગુજરાતમાં સુરક્ષા પણ નથી. અમે ચોક્કસ માનીએ છીએ કે, નરેશભાઈ જેવા સજ્જન માણસ કોંગ્રેસમાં જોડાઇ અને ગુજરાતને એક નવી દિશા મળે.
રાજકારણમાં જોડાવાની તારીખ મીડિયાને જાણ કરીશ
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દલિત સમાજે ખાસ આગ્રહ રાખ્યો છે કે, હું રાજકારણમાં આવું અને દરેક સમાજને સાથે રાખીને કામ કરું. મારી દિલ્હી જવાની તારીખ હજી નક્કી થઈ નથી, જવાનો હોઈશ ત્યારે મીડિયાને જાણ કરીશ. રાજકારણમાં જોડાવા માટેનો સમય હજી નક્કી થતો નથી, દિલ્હી જવાનો પણ સમય નક્કી થયો નથી. રાજકારણમાં જોડાવાની તારીખ નક્કી થશે ત્યારે હું મીડિયાને જાણ કરીને જાહેરાત કરીશ. રામનવમી હોવાથી મારા ઘણા બધા કાર્યક્રમો રસ્તામાં હતા.
દલિત-પાટીદાર સમાજ ખભેખભો મિલાવી કામ કરશે
પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ અને સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાન સુરેશ બથવારે જણાવ્યું હતું કે, અમારો મુખ્ય એજન્ડા છે કે, સમગ્ર સૌરાષ્ટ્રનો દલિત સમાજ અને પાટીદાર સમાજ ખભેખભો મિલાવી આગામી દિવસોમાં ગુજરાત અને દેશને એક નવી રાહ ચીંધવા માટે જઇ રહ્યા છીએ. આ બેઠકમાં અમારો મુખ્ય મુદ્દો એ રહ્યો કે, ઘણા વર્ષથી ગુજરાતની પ્રજા સામાજિક, આર્થિક બધી રીતે પીડાતી હોય એના માટે અમે એની પીડામાંથી મુક્ત કરવા માટે નરેશભાઈને આહ્વાન કરીએ છીએ છે કે, સમગ્ર ગુજરાતની પ્રજા તમારી સાથે રહેશે અને આપ રાજકારણમાં આવો અને ગુજરાતને આ બધી બંદીઓમાંથી મુક્ત કરાવો. સૌરાષ્ટ્રમાં દલિત સમાજની જે ટીમ છે તે અહીં હાજર હોઇ એ નરેશભાઈને અમારૂ મહત્વ સમજ્યું છે. નરેશભાઈ અમારી સાથે ખભેખભો મિલાવીને ચાલી રહ્યા છે.
નરેશ પટેલને કોળી સમાજ બાદ દલિત સમાજનો સાથ
ગત રવિવારે કોળી સમાજના માંધાતા ગ્રુપના આગેવાનો ખોડલધામ આવ્યા હતા. સાથે પાસના નેતા દિનેશ બાંભણિયા પણ જોડાયા હતા. કોળી સમાજના આગેવાનોએ મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવી દર્શન કર્યા હતા. બાદમાં માંધાતા ગ્રુપના રાજુ સોલંકી સહિતના આગેવાનો, દિનેશ બાંભણીયા અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ હતી. બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, બંને સમાજ એક થઈ ખભેખભો મિલાવી કાર્ય કરીશું એવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતનો વિકાસ થાય એ બંને સમાજ ઈચ્છે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).