Home Politics ઉતાવળે નિર્ણય લઉં તો કન્ફ્યૂઝ થવાય; 27મી એપ્રિલે ખોડલધામમાં અમારી બેઠક છે,...

ઉતાવળે નિર્ણય લઉં તો કન્ફ્યૂઝ થવાય; 27મી એપ્રિલે ખોડલધામમાં અમારી બેઠક છે, તે પછી હું મારો નિર્ણય જાહેર કરીશ: નરેશ પટેલ

Face Of Nation 23-04-2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યાં જ રાજકારણમાં વિવિધ ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. તેમાંય ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે દિલ્હીમાં કોંગ્રેસનું રાજકારણ ગરમાયુ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આજે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓપ્રશાંત કિશોરને મળ્યા હોય તેવી ચર્ચા વર્તાઈ રહી હતી. હાલ તેઓ દિલ્હીથી રાજકોટ આવ્યા હતા. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે,પ્રશાંત કિશોરને મળ્યો છું, હાર્દિક પટેલ મારી પાસે આવ્યા હતા અને હું 15 મે સુધીમાં મારો નિર્ણય જાહેર કરીશ. બીજીતરફ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી મહાસભાનું આયોજન શ્રાવણ મહિના આસપાસ થશે. 27મી એપ્રિલે ખોડલધામમાં અમારી બેઠક છે. એમાં મહાસમેલનની તારીખ જાહેર કરીશ. મારો નિર્ણય ખૂબ જ અગત્યનો છે. જો હું ઉતાવળે નિર્ણય લઈશ તો ફસાઈ જઈશ. એટલે યોગ્ય સમયે મારો નિણર્ય જાહેર થશે.
હાર્દિકનું ભાજપમાં જોડાવવા મુદ્દે તેનું જે વલણ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલા હું ઘણો કન્ફ્યુઝ હતો કે, મારે મીડિયા અને સમાજને જવાબ દેવા પડે છે. પણ હું હવે મારો નિર્ણય 15મી મે પહેલા જાહેર કરીશ. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઇ છે એવું લોકો કહે છે. પણ હું સ્પેસિફિક વાત કરીશ તો તમને બધાને ખબર પડી જશે. હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવવા મુદ્દે તેનું જે વલણ છે. એ એનો અંગત નિર્ણય છે.
બ્લુ પ્રિન્ટ PK જેવા નેતા જ તૈયાર કરી શકે
જો કે હાર્દિક પટેલ પોતાને કોંગ્રેસનાં થતા પ્રશ્નો અંગે હાઈકમાન્ડને બદલે નરેશ પટેલને રજૂઆત કરે તે એક સૂચક બાબત છે. બીજું નરેશ પટેલે એમ પણ કહ્યું કે, બ્લુ પ્રિન્ટ પ્રશાંત કિશોર જેવા નેતા જ તૈયાર કરી શકે. અને પોતે પ્રશાંત કિશોરને મળ્યા હોવાનો પણ સ્વીકાર કર્યો છે. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાવાનાં હોવાની વાત લગભગ નિશ્ચિત છે. ત્યારે નરેશ પટેલની આ વાત પણ તેમના કોંગ્રેસ પ્રવેશ તરફ ઈશારો કરે છે. જો કે હંમેશની માફક આજે પણ નરેશ પટેલે મગનું નામ મરી પાડવાનું ટાળી વધુ એક તારીખ આપી છે. ત્યારે હવે તે પોતાના મોઢે ક્યારે આ અંગે ખૂલીને વાત કરે છે તે તો અવનારો સમય જ બતાવશે.
હવે તો સર્વે પણ પૂરો થઈ ગયો છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું દિલ્હીમાં એક સામાજિક કામ માટે ગયો હતો. આ ઉપરાંત એક લગ્નમાં પણ ગયો હતો. જ્યાં અનેક નેતાઓને મળવાનું થયું હતી. હું કોઈ ઓફિસમાં નથી ગયો. કોને મળવાનું થયું એના નામ નહિ આપું ટૂંક સમયમાં જાહેરાત કરીશ. મારામાં નિર્ણય શક્તિનો અભાવ નથી. એટલે રાજકારણમાં આવવું કે નહીં તે હું જ નક્કી કરીશ. અને હવે તો સર્વે પણ પૂરો થઈ ગયો છે. હું મહાસભા બાદ મારો નિર્ણય જાહેર કરીશ. અને બીજી તારીખે કોંગ્રેસમાં જોડાઉ. તે નક્કી નથી.
હાર્દિક પટેલના બે-ચાર પ્રશ્નો છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોરને મળ્યો છું એ વાત સાચી છે. હું ગઇકાલે પણ પ્રશાંત કિશોરને મળ્યો હતો.આ આ ઉપરાંત હાર્દિક પટેલ પણ મને મળ્યા આવ્યો હતો. તેના બે-ચાર પ્રશ્નો છે. તેને હલ કરવાનું અમે વિચારી રહ્યા છીએ. દરેક લોકો મને મળે છે.દરેક મારો સંપર્ક કરે છે. મારે ક્યાં જોડાવું એ મેં મહિનાના અંત સુધીમાં જાહેર કરીશ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).