Home Uncategorized નરેશ પટેલનો ધડાકો; કેજરીવાલ સાથે કરી ચૂક્યા છે મુલાકાત, દિલ્હીની શાળાઓનું કર્યું...

નરેશ પટેલનો ધડાકો; કેજરીવાલ સાથે કરી ચૂક્યા છે મુલાકાત, દિલ્હીની શાળાઓનું કર્યું છે નિરિક્ષણ

Face Of Nation 20-03-2022 :  રાજકોટના ગોંડલ રોડ પર આવેલા કન્યા છાત્રાલયમાં લેઉવા પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી. તો બીજીતરફ નરેશ પટેલે એક પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં જેમ પહેલાં જણાવ્યું તે પ્રમાણે આગામી 20 થી 30 માર્ચ સુધીમાં હું મારો નિર્ણય જાહેર કરીશ. ગુજરાત ભાજપ અધ્યક્ષ સાથે મારે રેગ્યુલર વાતચીત થતી રહે છે. હું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યો હતો. તે સમયે મેં દિલ્હીની શાળાઓની પણ મુલાકાત લીધી હતી. સમાજ કોઈ બે ત્રણ વ્યક્તિઓનો નથી સમાજ ખૂબ જ મોટો છે તમામ ની સલાહ લઈને હું રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે નિર્ણય લઈશ.કોરોનાના કારણે બે વર્ષથી લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટની બેઠક નહોતી મળી. ત્યારે આખરે બે વર્ષ બાદ આ બેઠક મળી છે. બેઠકના એજન્ડા અંગે જયેશ રાદડિયા દ્વારા એક પ્રેસ-કોન્ફરન્સ કરવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, બેઠકમાં માત્રને માત્ર લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત મથુરા, નાથદ્વારા, દ્વારિકા અને સોમનાથમાં ચાલી રહેલા સમાજના નિર્માણ કાર્યના લેખા જોખા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
દિલીપ સંઘાણી મીડિયા સામે આવવાનું ટાળ્યું
બેઠકમાં કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા કરવામાં નહિ આવે. ત્યારે સાંજે 5 વાગ્યાના અરસામાં લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટની બેઠક મળી છે. બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ, જયેશ રાદડિયા, પરેશ ગજેરા, હંસરાજ ગજેરા, ડી.કે.સખીયા સહિતના આગેવાનો હાજર રહ્યા છે. ત્યારે બેઠક શરૂ થાય તે પૂર્વે નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલ દિલીપ સંઘાણીએ જે નિવેદન આપ્યું હતું તેના પર પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).