Home Uncategorized પ્રજાના પ્રશ્નો અને અન્યાય કરતા પ્રજા વચ્ચે નેતાગીરીની આગેવાની લેનારા વધુ પ્રસિદ્ધિ...

પ્રજાના પ્રશ્નો અને અન્યાય કરતા પ્રજા વચ્ચે નેતાગીરીની આગેવાની લેનારા વધુ પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે, ‘નરેશ” તાજું ઉદાહરણ

Face Of Nation 28-03-2022 : પ્રસિદ્ધિ જેટલી સફળતા અપાવે છે તેનાથી વધુ રાજકારણ અપાવે છે. રાજકારણમાં આવીને કોઈ પણ નેતા વિરુદ્ધ કે વિવાદાસ્પદ નિવેદન આપી દો એટલે પ્રસિદ્ધિ પાક્કી થઇ જાય છે. આ વાતને સાબિત કરવા માટે અનેક લોકોના ઉદાહરણ આપી શકાય તેમ છે અને તાજું ઉદાહરણ આપીએ તો પાટીદાર નેતા બની બેઠેલા નરેશ પટેલનું. છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલને રાજકારણમાં જોડાવવાને લઈને મુદ્દો બની ગયો છે. જાણે કે નરેશ પટેલના રાજકારણમાં જોડાયા બાદ દેશની સત્તા ચલાવવા એક મહત્વના વ્યક્તિત્વનું આગમન થવાનું છે. નરેશ પટેલ હંમેશા ચૂંટણી આવતા જ રાજકીય જીવનમાં પ્રવેશવાના નામે નિવેદન બાજી શરૂ કરી દે છે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવી લે છે. આવા લોકોને પ્રસિદ્ધિ આપનારા પણ મુર્ખામીનું પ્રદર્શન કર્યા સિવાય કઈ કરતા નથી કેમ કે આવા લોકો પોતાના હિત માટે થઈને મીડિયા કે પ્રજાનો ઉપયોગ કરી લેવાની આવડત સારી રીતે જાણે છે.
મોટા મોટા વચનો અને વાતો કરીને રાજકારણમાં આવનારા લોકો રાજકારણમાં આવ્યા બાદ પ્રજા કરતા પોતાના વિકાસનું વધુ ધ્યાન રાખે છે. આજ સુધીના મોટાભાગના નેતાઓએ પણ આ વાતની સાબિતી પુરી છે. કેટલાકે સમાજના ખભે પગ મૂકીને રાજકીય સીડી ચઢી તો કેટલાકે પ્રજા સાથે થયેલા અન્યાયના મુદ્દાને ખભો બનાવીને સીડી ચઢીને પોતાની મેલી મુરાદ પાર પાડી લીધી છે. આવા લોકોએ નેતક બનીને પ્રજા માટે કે સમાજ માટે કઈ ખાસ કાઠું કાઢ્યું નથી. ફેરફાર એટલો જ થયો માત્ર કે આવા લોકો વેંચાઇને પૈસાદાર બની ગયા અથવા રાજકીય ઈશારે કેટલાક લોકોના કામ કાઢીને પૈસાદાર બની ગયા. પ્રજા તો બિચારી બાપડી હતી ત્યાંની ત્યાં જ રહી ગઈ. ન તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું કે ન તો પ્રજા સાથે થતા અન્યાયો દૂર થયા. કેમ કે જાહેરમાં નેતાગીરી કરવા માટે જેમ ફાવે તેમ બોલવું બંધ થઇ જાય છે જયારે કોઈ વ્યક્તિ રાજકીય પક્ષમાં જોડાણ કરે છે.
જેને ખરા અર્થમાં પ્રજાની સેવા કરવી છે કે પ્રજા સાથે થતા અન્યાય માટે લડવું છે તેના માટે કોઈ રાજકીય બેકગ્રાઉન્ડની જરૂર જ નથી. આવા વ્યક્તિઓ પ્રજા માટે કંઈપણ કરી છૂટવાની ભાવના ધરાવે છે અને આવા લોકો રાજકારણથી હંમેશા દૂર રહે છે. આવા લોકો માટે પ્રજાનું હિત જ સર્વોપરી હોય છે. રાજકારણમાં આવા ગણ્યા ગાંઠ્યા લોકો આવ્યા છે કે જેમને મન માત્ર પ્રજા હિત જ મહત્વનું હતું અને તેના માટે જ તેઓએ તેમનું જીવન ખપાવી નાખ્યું હોય. જો કે આજના નેતાઓમાં આવી કોઈ ભાવના મોટે ભાગે જોવા મળતી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).