Home Politics પત્નીનો સપોર્ટ; ‘નરેશ જે પક્ષમાં જશે તે પક્ષને પાછું વળીને નહીં જોવું...

પત્નીનો સપોર્ટ; ‘નરેશ જે પક્ષમાં જશે તે પક્ષને પાછું વળીને નહીં જોવું પડે’ : પત્ની શાલિનીબેન

Face Of Nation 22-03-2022 : ખોડલધામના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે એવી અટકળોએ જોર પકડ્યું છે. અંતે, નરેશ પટેલે કહ્યું- હા, સમાજ કહેશે તો હું જરૂર રાજકારણમાં જોડાઈશ. માર્ચના અંત સુધીમાં જાહેર પણ કરીશ કે હું કંઈ પાર્ટી સાથે જોડાવાનો છું. કહેવાય છે કે રાજકારણમાં પ્રવેશ કરવો હોય તો શરૂઆત ઘરેથી કરવી પડે, એક સમયે ખુદ તેમનાં પત્ની શાલિનીબેન જ રાજકારણમાં તો નહીં જ એવું નરેશ પટેલને કહ્યું હતું. હવે તેમના પત્ની શાલિનીબેન પણ કહી રહ્યા છે કે જરૂર જોડાવવું જોઈએ અને હું જ સપોર્ટ કરું છું, સમાજ પણ હા જ પાડશે. નરેશ જે પક્ષમાં જશે તે પક્ષને પાછું વળીને નહીં જોવું પડે, સારા માણસની રાજકારણમાં જરૂર છે એટલે તેમણે રાજકારણમાં જવું જોઈએ.
શાલિનીબેન જૈન પરિવારનાં દીકરી
લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલે લવ-મેરેજ કર્યા છે. શાલિનીબેન હરિયાણાના જૈન પરિવારનાં દીકરી છે. કોલેજમાં અભ્યાસ વખતે જ નરેશ પટેલને શાલિનીબેન સાથે પ્રથમ નજરમાં પ્રેમ થઇ ગયો હતો. બન્ને છેલ્લી બેન્ચે જ બેસતાં, 1984માં બંનેએ લવ-મેરેજ કર્યાં હતાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).