Home Gujarat આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા મહાઆરતી વેબસાઇટનું ઇ-લોકાર્પણ કરશે

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા મહાઆરતી વેબસાઇટનું ઇ-લોકાર્પણ કરશે

Face Of Nation 24-02-2022 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા મહાઆરતી વેબસાઇટનું ઇ-લોકાર્પણ કરશે. એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે ઘાટનું નિર્માણ કરી શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે નર્મદા મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે આરંભ કરાયો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે.
શ્રદ્ધાળુઓ વેબસાઈટ દ્વારા આરતીનો લાભ લઈ શકશે
અહીં આવનાર પ્રવાસીઓ માટે નર્મદા મહાઆરતી એક અનન્ય આકર્ષણ બની રહેશે તે નિશ્ચિત છે. ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 7.30 કલાકે શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ચ્યુઅલ મહાપૂજા કર્યા બાદ નર્મદા મહાઆરતી નિહાળી વેબસાઇટનું ઇ-લોકાર્પણ કરશે. શ્રધ્ધાળુઓ www.narmadamahaaarti.in વેબસાઈટ મારફતે આરતીની યજમાનીનો લાભ લઇ શકશે તથા ઉપયોગી માહિતી મેળવી શકશે. ઉપરાંત આદિવાસી ખેડૂતની જમીનમાં પકવેલા અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જૂથ દ્વારા નિર્મિત પ્રસાદ નજીવા દરે ઘેર બેઠા મેળવી શકાશે. મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઆરતી સ્થળે શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).