Home News વરસાદથી તૃપત થયા માઁ નર્મદા: ડેમની સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચી, દરવાજા...

વરસાદથી તૃપત થયા માઁ નર્મદા: ડેમની સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચી, દરવાજા ખોલાયા

Face Of Nation:અમદાવાદ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે 1.30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે કુલ 24 દરવાજા 0.92 સેમી ખોલાયા છે અને 6 લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. જોકે અત્યારે 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને ડેમના ઉપરવાસમાંથી 5.50 લાખ ક્યુસેકની આવક થઇ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આજે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ડેમની મુલાકાત લીધી હતી. અને સીએમની સૂચનાથી નર્મદા ડેમમાંથી 6 લાખથી વધારીને 8 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.