Face Of Nation 14-04-2022 : ઉત્તર ગુજરાતમાં આવતીકાલે એટલે કે 15મી એપ્રિલ અને શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મૂંગા પશુઓના લીલો ઘાસચારો બચાવવા મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજીતરફ સરદાર સરોવર નર્મદા યોજનામાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ ન હતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે.
1500 ક્યુસેક પાણી 10 દિવસ સુધી આપવા સૂચના
તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોએ મુખ્યમંત્રીને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે પાણી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે માનનીય મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15મી એપ્રિલથી શરૂ કરીને 10 દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપેલ છે. તો બીજીતરફ આકરા ઉનાળામાં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મૂંગા અબોલ પશુઓને આ ઘાસચારો રાહત આપશે. સરકારના આ નિર્ણયને અનેક ધારાસભ્યો, પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનોએ વધાવીને આભાર વ્યક્ત કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat ખેડૂતોમાં ખુશીની લહેર; ઉત્તર ગુજરાતમાં શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક...