Home News નારોલનાં બે મહિના પહેલા થયેલા ભેદી બ્લાસ્ટમાં કામ કરાવનાર સામે નોંધાઇ ફરિયાદ

નારોલનાં બે મહિના પહેલા થયેલા ભેદી બ્લાસ્ટમાં કામ કરાવનાર સામે નોંધાઇ ફરિયાદ

Face Of Nation:અમદાવાદનાં નારોલની મોની હોટેલની સામે આવેલા પટેલ એસ્ટેટમાં ગુરૂવારે તારીખ 20નાં રોજ સવારે ભયાનક ધડાકા સાથે બે મજૂરોના મોત નીપજ્યાં હતાં. એસ્ટેટમાં કામ કરાવનાર અશ્વિન અસારા સામે ગુનો નોંધાયો છે. ઇસનપુર પોલીસે એટ્રોસિટી અને આઈપીસી 304 મુજબ ગુનો નોંધ્યો છે. ભેદી બ્લાસ્ટ અંગે પોલીસ હજુ સુધી કંશુ શોધી શકી નથી.

માલિક જાણતો હતો ભેદી ગેસ અંગે

પોલીસે આ અંગે પર ખાડા ખોદાવતા એફએસએલએ સેમ્પલ લીધા છે. નોંધનીય છે કે બે મહિના પહેલા પણ એક મજુરને ગેસ નિકળવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. તે વખતે પોલીસે કે ફાયરને જાણ ન કરી અને મામલો જમીન માલિક અશ્વિને દબાવી દીધો હતો. અંદર કોઇ ભેદી ગેસ હોવાની જાણ હોવા છતાં અશ્વિને બે મજૂરોને ખોદકામ માટે મોકલ્યા અને આ ઘટના બની, છતાં ઉચ્ચ અધિકારીઓ તેને બચાવવામાં લાગી ગયા છે.