Home News નેઝલ વેક્સીનની કિંમત નક્કી, 1000 રૂપિયામાં પડશે; સરકારી હોસ્પિટલમાં તેની કિંમત 325...

નેઝલ વેક્સીનની કિંમત નક્કી, 1000 રૂપિયામાં પડશે; સરકારી હોસ્પિટલમાં તેની કિંમત 325 રહેશે! જાન્યુઆરીના અંત સુધીમાં ઉપલબ્ધ થશે!

Face Of Nation 28-12-2022 : નાક મારફતે આપવામાં આવતી ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ કોરોના વેક્સીનની કિંમત નક્કી કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત પાંચ ટકા જીએસટી પણ આપવો પડશે. રિપોર્ટ મુજબ ખાનગી હોસ્પિટલમાં એક ડોઝ માટે 150 રૂપિયાનો વહીવટી ચાર્જ પણ લાગશે. ભારત સરકાર ખાનગી હોસ્પિટલોમાં આ વેક્સીનના એક ડોઝની કિંમત 800 રૂપિયા રહેશે. જેથી વેક્સીનના એક ડોઝની કિંમત 1000 રૂપિયા રહેશે. બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં તેની 325 રૂપિયા રહેશે.સરકારે ગયા અઠવાડિયે નાકની રસી મંજૂર કરી હતી. ટૂંક સમયમાં રસી ઉપલબ્ધ થશે. ઇન્ટ્રાનેઝલ રસી (નાકની રસી) અગાઉ કોવેક્સિન અથવા કોવિશિલ્ડ સાથે સંપૂર્ણ રસી મેળવનારા લોકો માટે બૂસ્ટર શૉટ તરીકે મંજૂર કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર જાન્યુઆરીના અંત સુધીમાં તે એવા લોકો માટે ઉપલબ્ધ થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).