Home World નાટો અને રશિયા વચ્ચેનો મુકાબલો એ ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ : અમેરિકા

નાટો અને રશિયા વચ્ચેનો મુકાબલો એ ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ : અમેરિકા

Face Of Nation 12-03-2022 : અમેરિકી પ્રમુખ જો બાઇડને આજે ટ્વીટ કરીને ખુલાસો આપતા જણાવ્યું છે કે, અમેરિકા યુક્રેનમાં રશિયા સામે યુદ્ધ નહિ કરે. નાટોના નિયમ પ્રમાણે અમે તેની સાથે રહીને અન્ય દેશોની સુરક્ષા કરીશું. નાટો અને રશિયા વચ્ચેનો મુકાબલો એ ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ છે. બીજી તરફ જો બાઈડને કહ્યું કે, અમે રશિયાની ઘેરાબંધી માટે રશિયાની સીમા પર 12 હજાર સૈનિકોની સેના મોકલી છે. આ સેના લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા, રોમાનિયામાં રશિયાને ઘેરશે. તે સાથે જ બાઈડને કહ્યું કે, જો અમે બદલાના ભાવનાની કાર્યવાહી કરીશું તો ત્રીજુ વિશ્વ યુદ્ધ ચોક્કસ થશે. પરંતુ અમારો દ્રઢ સંકલ્પ છે કે અમે NATOની રક્ષા કરીશું. જોકે અમે યુક્રેનમાં ત્રીજુ વિશ્વ યુદ્ધ નથી ઈચ્છતા.બાઈડને કહ્યું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદોમિર પુતિને યુક્રેન સામે જે યુદ્ધ શરૂ કર્યું છે તેમાં તેઓ જીતી નહીં શકે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).