Home Uncategorized પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ જ રહેશે, હાઈકમાન્ડનો દરેક નિર્ણય મને...

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ જ રહેશે, હાઈકમાન્ડનો દરેક નિર્ણય મને મંજૂર

Face Of Nation, 14-10-2021:  પંજાબ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્ચતન બાદ પણ અહીયાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે પંજાબના CM ચન્ની પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને અચાનક મળ્યા હતા. તો બીજી તરફ દિલ્હી સ્થિત પંજાબ ભવનમાં નવજોત સિંબ સિદ્ધુ કોંગ્રેસમા નેતાઓને મળ્યા હતા. જ્યા તેમણે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

દિલ્હીમાં સિદ્ધુએ આજે પંજાબ પ્રભારી હરીશ રાવચત અને કેસી વેણુંગોપાલ સાથે મુલાકાત લીધી હતી. બાદમાં સિદ્ધુએ આજે ફરી હાઈકમાન્ડને ભરોસો આપ્યો હતો. સિદ્ધુએ કહ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મારા નેતા છે. સાથેજ તેમણે કહ્યું કે મને તેમના નેતૃત્વ પર ભરોસો છે અને હાઈકમાન્ડનો દરેક નિર્ણય મને મંજૂર છે.

બીજી તરફ હરીશ રાવતે પણ સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા રહેશે સાથેજ તેઓ સંગઠનને પણ મજબૂત કરશે. સાથેજ તેમણે તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ જે પણ નિર્ણય લેશે તે તેમને મંજૂર રહેશે.

ઉલ્લેખનીય છે કે આજે CM ચન્ની કેપ્ટન અમરિંદર સિંહને પણ મળ્યા હતા. જ્યા તેમણે કેપ્ટન અમરિંદર સિંહના આશીર્વાદ લીધા હતા. અગાઉ જ્યારે તેઓ સીએમ બન્યા ત્યારે પણ કેપ્ટને તેમણે શુભકામનાઓ પાઠવી હતી. જોકે હાલ બોર્ડર પર BSFને જે વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. તેને લઈને CM ચન્ની વિરોધ કરી રહ્યા છે જ્યારે કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રના આ નિર્ણયને આવકાર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)