Face Of Nation 04-05-2022 : મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ બે નામ ખુબ ચર્ચામાં છે. એક તો એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે અને બીજુ નામ છે અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા. હનુમાન ચાલીસા વિવાદને લઈને જેલમાં બંધ નવનીત રાણા અને તેમના પતિના મુંબઈની સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે. આ પહેલા નવનીત રાણાને મુંબઈની ભાયખલ્લા જેલથી જેજે હોસ્પિટલ લઈ જવાયા છે. સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ 23મી એપ્રિલના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો હતો. જો કે હંગામો વધી જતા રાણા દંપત્તિએ પોતાનો કાર્યક્રમ પડતો મૂક્યો હતો.
નવી મુંબઈની તલોજા જેલ મોકલ્યા હતા
વિવાદ બાદ મુંબઈ પોલીસે તેમના વિરુદ્ધ કેસ એફઆઈઆર દાખલ કરી અને તેમા રાજદ્રોહનો આરોપ પણ ઉમેર્યો. બંનેની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા અને પછી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા. રવિ રાણાને પહેલા આર્થર રોડ જેલ મોકલવામાં આવ્યા પણ જગ્યા ન હોવાથી નવી મુંબઈની તલોજા જેલ મોકલી દેવાયા હતા. પરંતુ હવે તેમનો જામીન પર છૂટકારો થવા પામ્યો છે.
રવિ રાણાને 50 હજારના બોન્ડ પર જામીન આપ્યા
મુંબઈ સેશન્સ કોર્ટે નવનીત રાણા અને પતિ રવિ રાણાને 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે જે મામલે તેમની ધરપકડ થઈ છે તેવું કોઈ કામ તેઓ ફરીથી કરશે નહીં. જો શરતો માનવામાં નહીં આવે તો જામીન રદ થઈ જશે. જામીન મંજૂર કરતા કોર્ટે કહ્યું કે રાણા દંપત્તિ મામલા સંલગ્ન કોઈ પણ વાત મીડિયા સામે આવીને કહી શકશે નહીં. રાણા દંપત્તિએ તપાસમાં સહયોગ આપવો પડશે. સાક્ષીને પ્રભાવિત કરશે કે પુરાવા સાથે છેડછાડ કરશે તો પણ તેમના જામીન રદ થઈ જશે. જ્યારે પણ પોલીસ પૂછપરછ માટે બોલાવે તો હાજર થવું પડશે. જો કે આ માટે પોલીસ તેમને 24 કલાકનો સમય આપશે અને તેમને 24 કલાક પહેલા નોટિસ પણ આપવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).