Home Uncategorized ગરબાને લઇને ખેલૈયાઓ માટે મોટા સમાચાર, આ મોટા શહેરોમાં નહીં યોજાય ગરબા

ગરબાને લઇને ખેલૈયાઓ માટે મોટા સમાચાર, આ મોટા શહેરોમાં નહીં યોજાય ગરબા

Face Of Nation, 13-08-2021: ચાલુ વર્ષે પણ નવરાત્રિના આયોજન પર ગ્રહણ લાગ્યું છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં કોરોનાની ત્રીજી લહેર આવવવાના સંકેત છે. ત્યારે આ વચ્ચે આવતો ગુજરાતનો સૌથી મોટો ગરબાનો તહેવાર ઉજવાશે કે નહિ તે મૂંઝવણ છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા યોજના અંગે નનૈયો ભણ્યો છે. વડોદરાના મોટા ગરબા આયોજકો યુનાઈટેડ વે અને મા શક્તિના ગરબાનું આયોજન નહિ થાય તેવું કહ્યું છે. ત્યારે આયોજકોના આ નિર્ણયથી ગરબા ખેલૈયાઓને નિરાશા મળી છે.

વડોદરાના મોટા ગરબા આયોજકો ચાલુ વર્ષે ગરબાનું આયોજન નહિ કરે. ત્રીજી લહેરની આશંકાને પગલે વડોદરાના મોટા ગરબા આયોજકોએ ગરબા નહિ યોજવાનું નક્કી કર્યું છે. યુનાઇટેડ વે અને માં શક્તિના આયોજકો આ વર્ષે પણ ગરબા નહિ યોજે. યુનાઈટેડ વે ગરબાના આયોજક હેમંત શાહે જણાવ્યું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે યુનાઇટેડ વે કોઈ પ્રકારનું રિસ્ક નહિ લે. તેથી અમે ચાલુ વર્ષે ગરબાનું આયોજન નહિ કરીએ. ગરબામાં કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું અશક્ય છે. તો બીજી તરફ, ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોસાય તેમ નથી. તેમજ ટૂંક સમયમાં મોટા આયોજનનો સમય પણ હવે રહ્યો નથી. તેથી અમે આ વર્ષે ગરબા નહિ યોજીએ.

તો બીજી તરફ, અન્ય મોટા ગરબા આયોજક મા શક્તિ ગરબા પણ નહિ યોજાય. મા શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કરે કહ્યું કે, ગરબાના આયોજક તરીકે આયોજનની વાત તો વિચારવાની પછી આવે છે. એક નાગરિક તરીકે હું માનું છું કે આ વર્ષે પણ ગરબાનું આયોજન ન કરવું જોઇએ. સરકાર પરવાનગી આપે તો આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પણ હિતાવહ તો નથી જ.

ઉલ્લેખનીય છે કે, ગત 2020 ના વર્ષે પણ કોરોના મહામારીને પગલે ગરબાનું આયોજન કરાયુ ન હતું. ત્યારે સતત બીજા વર્ષે ગુજરાતમાં લોકોને ગરબા કરવા નહિ મળે. મોટા આયોજકો ગરબાનું આયોજન કરવા ડરી રહ્યાં છે. જનમેદનીને કારણે કોરોના મહામારી વધુ વકરે તેવી શક્યતા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી